Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

યુવા મુસલમાનો આતંકવાદી થઇ રહ્યા છે : ફ્રાન્સ સહીત સમગ્ર યુરોપમાં કટ્ટરવાદ વિરોધી દેખાવો શરૂ : પયગંબરનું કાર્ટૂન દોરનાર શિક્ષકની ખુલ્લેઆમ હત્યા પછી મામલો ગરમાયો : મસ્જિદોને તાળા : લોકો રોડ ઉપર : ભયનો માહોલ

પેરિસ : ફ્રાન્સમાં પયગંબરનું કાર્ટૂન દોરનાર શિક્ષકની ખુલ્લેઆમ  હત્યા પછી મામલો ગરમાયો છે.લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. મસ્જિદોને તાળા લાગી ગયા છે.સમગ્ર યુરોપમાં કટ્ટરવાદ વિરોધી દેખાવો શરૂ થઇ ગયા છે.
એક અંદાજ મુજબ 75 ટકા યુવા મુસલમાનો આતંકવાદ તરફ ઢળી રહ્યા છે.ફ્રાન્સમાં બનેલી ઘટના પછી સમગ્ર યુરોપમાં પડકાર ઉભા થયા છે.
ફ્રાન્સ સરકાર પણ કટ્ટરવાદ નાબૂદ કરવા મક્કમ હોવાનું જાણવા મળે છે.તેવા સંજોગોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અંગે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
પયગમ્બર સાહેબનું કાર્ટૂન દોરનાર શિક્ષકની હત્યા માં અન્ય કટ્ટરવાદીઓનું પણ સમર્થન બહાર આવતા ધરપકડનો દોર શરૂ થઇ ગયો છે.ફ્રાન્સના હોમ મિનિસ્ટરે જણાવ્યું  છે કે લોકતંત્રના દુશ્મનો વિરુદ્ધ કડક હાથે કામ લેવાશે .શહીદ  શિક્ષકને દેશનું મરણોત્તર સર્વોચ્ચ સન્માન અપાશે તથા ઇસ્લામી આતંકવાદ વિરુદ્ધ અભિયાન શરૂ કરાશે તેવું શ્રી વેદપ્રતાપ વેદિકના પ્રસિદ્ધ થયેલા લેખ દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)
  • લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લેહમાં 65,07 ટકા મતદાન :26મીએ મતગણતરી થશે : લેહ જિલ્લાના છઠ્ઠા પર્વતીય પરિષદની 26 સીટો માટે ભાજપ , કોંગ્રેસ અને આપ સાથે 23 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે : 45,025 મહિલાઓ સહીત 89,776 મતદાતા 26 બેઠકો માટે 294 મતદાનકેન્દ્રો પર ભાજપ, કોંગ્રેસના 26-26 ઉમેદવારો અને અપક્ષ 23 સહીત કુલ 94 ઉમેદવારો માટે મતદાન કર્યું access_time 12:45 am IST

  • " આત્મનિર્ભર બિહાર " : ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર : આગામી પાંચ વર્ષમાં 19 લાખ યુવાનોને રોજગારી અપાશે : 1 કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવાશે : આઈ.ટી.ક્ષેત્રમાં 5 લાખ યુવાનોને રોજગારી મળશે : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 28 લાખ આવાસોનું નિર્માણ થઇ ચૂક્યું છે : હજુ આગામી 5 વર્ષમાં 30 લાખ નવા આવાસો બનાવાશે access_time 12:22 pm IST

  • " આઈટમ " : મધ્ય પ્રદેશના મહિલા મિનિસ્ટર ઈમરતી દેવીને આઈટમ કહેવા બદલ કોંગી આગેવાન કમલનાથ ફસાયા : ચૂંટણી પંચે 48 કલાકમાં ખુલાસો આપવા નોટિસ ઠપકારી access_time 7:52 pm IST