Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

' દશેરા એન્ડ દિવાલી ધમાકા ' : એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન ( AIA ) ના ઉપક્રમે 8 નવેમ્બરના રોજ કેલિફોર્નિયામાં મર્યાદિત સંખ્યા સાથે કરાયેલી ધમાકેદાર ઉજવણી : ફેસબુક તથા ઝૂમ સહીત જુદી જુદી ચેનલો ઉપર લાઈવ પ્રસારણ કરાયું

કેલિફોર્નિયા : યુ.એસ.માં મીલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે  8 નવેમ્બરના રોજ 35 જેટલા એશોશિએશનના સહકાર  સાથે  એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન ( AIA ) ના ઉપક્રમે ' દશેરા એન્ડ દિવાલી ધમાકા 'નું ધમાકેદાર આયોજન કરાયું હતું.

વર્તમાન કોવિદ -19 ના સંજોગોને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યા સાથે  કરાયેલી ઉજવણીનું  ફેસબુક તથા ઝૂમ સહીત જુદી જુદી ચેનલો ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું જેને હજારો દર્શકોએ જોયું હતું.

આ તકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો.ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ ,તથા તેમના પત્ની સુશ્રી ટી.પદમાં , કોંગ્રેસમેન રો ખન્ના ,સ્ટેટ સેનેટર ,એસેમ્બલીમેન ,મીલ્પીટાસ મેયર ,તથા કાઉન્સિલર શ્રી રાજ સલવાન ,શ્રીધર વેરોસ ,સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

ઉજવણી અંતર્ગત બૉલીવુડ ડાન્સ સહીત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

 

(8:37 pm IST)
  • ટ્વિટર ઉપર આરબીઆઇના દસ લાખ ફોલોઅર થયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સુધી પહોંચી ચુકી છે; વૈશ્વિક સ્તરે આ માઇલસ્ટોન ઉપર પહોંચનાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રથમ સેન્ટ્રલ બેંક બની છે. access_time 4:57 pm IST

  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST