Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમેરિકાના સુવિખ્યાત ' વોશિંગટન પોસ્ટ લાઈવ ' ના બ્રોડકાસ્ટ પ્રોડ્યુસર તરીકે ભારતીય મૂળના પત્રકાર સુશ્રી ચિત્રા વઢવાણીની નિમણુંક : અમેરિકામાં જાતીય ભેદભાવ વિરુદ્ધ ચલાવાઈ રહેલી ' રેસ ઈન અમેરિકા ' સિરીઝનું સંચાલન કરશે

વોશિંગટન : અમેરિકાના સુવિખ્યાત ' વોશિંગટન પોસ્ટ લાઈવ ' ના બ્રોડકાસ્ટ પ્રોડ્યુસર તરીકે ભારતીય મૂળના પત્રકાર સુશ્રી ચિત્રા વઢવાણીની  નિમણુંક થઇ છે.

તેઓ અમેરિકામાં જાતીય ભેદભાવ વિરુદ્ધ ચલાવાઈ રહેલી ' રેસ ઈન અમેરિકા ' સિરીઝનું સંચાલન કરશે.જે અશ્વેત જ્યોર્જ ફ્લોયડના પોલીસ દમનને કારણે થયેલા મૃત્યુ બાદ શરૂ કરાઈ છે.

વોશિંગટન  પોસ્ટ લાઈવ માં ડિજિટલ પ્રોગ્રામિંગનું પ્રમાણ વધ્યું છે.જે મુજબ એપ્રિલ માસથી 200 જેટલા પ્રોગ્રામ પ્રસારિત થાય છે.જેમાં રેસ ઈન અમેરિકા વધુ મહત્વ ધરાવે છે.જેમાં સમાનતા માટેની ઝુંબેશ છે.જેના પ્રસારણ માટે તેઓ રિપોર્ટરો ,એડિટર્સ, તથા ન્યૂઝરૂમના સતત સંપર્કમાં રહેશે.

તેમના અનુભવનો લાભ વોશિંગટન પોસ્ટ લાઈવને મળશે તેવું સંચાલકે જણાવ્યું હતું.

(8:15 pm IST)
  • ગોંડલથી જેતપુર જતા રસ્તા ઉપર સાંઢિયા પુલ પાસે સાઇડમાંથી વાહનો જાય છે ત્યાં ફાટક ઉપર ટ્રેન સાથે મોટર અથડાતા એક મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહ્યાનું ગોંડલથી ભાવેશ ભોજાણી જણાવે છે access_time 12:50 pm IST

  • અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડુ સક્રિય: સાંજે 6 કલાકે 32 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે: જાફરાબાદ અને વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુ. access_time 9:08 pm IST

  • ટ્વિટર ઉપર આરબીઆઇના દસ લાખ ફોલોઅર થયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સુધી પહોંચી ચુકી છે; વૈશ્વિક સ્તરે આ માઇલસ્ટોન ઉપર પહોંચનાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રથમ સેન્ટ્રલ બેંક બની છે. access_time 4:57 pm IST