Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આ વર્ષે ' થેન્ક્સ ગિવિંગ ' પ્રસંગે ટ્રાવેલ કરશો નહીં : અમેરિકામાં 26 નવેમ્બરના રોજ ઉજ્વાનારા ઉત્સવ નિમિત્તે યુ.એસ.ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનનો ભારપૂર્વક અનુરોધ

વોશિંગટન : આગામી 26 નવેમ્બરના રોજ અમેરિકામાં ' થેન્ક્સ ગિવિંગ ' ઉત્સવ છે.પરંતુ આ ઉત્સવમાં વર્તમાન કોવિદ -19 ના કહેરને કારણે  પ્રવાસ નહીં કરવા  યુ.એસ.ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને  ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

સીડીસી ના અનુરોધમાં જણાવાયા મુજબ કોરોના વેક્સીન આવી જવાની તૈયારી છે. પરંતુ હજુ સુધી તે આવેલ નથી.ત્યાં સુધી આપણી જાત તથા આપણાં પરિવારને સલામત રાખવાની આપણી ફરજ છે.

ઉલ્લેખનીય છે કે સીડીસી નો આ અનુરોધ એવા સમયે કરાયો છે કે જયારે અમેરિકામાં કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું છે.તબીબો લોકોને માસ્ક પહેરવાની તથા સોશિઅલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપી રહ્યા છે.હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.તેવું એનઆરઆઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)
  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST

  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST