Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લબ ( IAPC ) ના ઉપક્રમે 16 ઓક્ટો.થી 19 ઓક્ટો.2020 દરમિયાન આંતર રાષ્ટ્રીય વર્ચ્યુઅલ કોન્ફરન્સ : મીડિયા વર્કશોપ ,સેમિનાર ,સહિતના આયોજનોમાં ભારત સહીત વિશ્વના અગ્રણી પત્રકારો જોડાશે

વોશિંગટન : યુ.એસ.સ્થિત ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લબના ( IAPC ) ના ઉપક્રમે આગામી 16 ઓક્ટો.થી 19 ઓક્ટો.2020 દરમિયાન 7 મી વાર્ષિક  આંતર રાષ્ટ્રીય વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. IAPC  ચેરમેન ડો.જોસેફ ચલીલ તથા પ્રેસિડન્ટ ડો.એસ.એસ.લાલે જણાવ્યું હતું કે વર્તમાન કોવિદ -19 ના કારણે યોજાનારી આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.તેમજ લિમિટેડ લોકો માટે વ્યક્તિગત  મીટીંગનું પણ આયોજન કરાશે .
દેશ વિદેશોના અગ્રણી  મીડિયા એક્સ્પર્ટ્સના નેતૃત્વ સાથેની આ કોન્ફરન્સમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી અંગે ડિબેટ પણ યોજાશે.જેમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરાશે .ભારતીય મૂળના પત્રકારોનું  વ્યવસાયિક કૌશલ્ય બહાર લાવવા માટે પણ પ્લાનિંગ કરાયું છે.
જનરલ સેક્રેટરી શ્રી બીજુ ચાકોએ જણાવ્યું હતું કે નોર્થ અમેરિકામાં વસતા ભારતીયોનું પૂરું સમર્થન મળી રહ્યું છે જે ચાલુ રાખવા વિનંતી કરાઈ છે.
કોન્ફરન્સની સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરાઈ છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)