Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

તમે ઉચાપત કરી છે તેની તપાસમાં આવ્યો છું : નિર્દોષ છૂટવું હોય તો મને શારીરિક સુખ આપવું પડશે : સિંગાપોરમાં મહિલાઓનું યૌન શોષણ કરવા બદલ ભારતીય મૂળના પોલીસ અધિકારી 32 વર્ષીય મહેન્દ્ર રાજુને 2 વર્ષની જેલ

સિંગાપોર : સિંગાપોરમાં પોલીસ તપાસ કરવાની કાર્યવાહી સાથે શામેલ ભારતીય મૂળના પોલીસ અધિકારી 32 વર્ષીય મહેન્દ્ર રાજુને તપાસ દરમિયાન મહિલાઓનું યૌન શોષણ કરવાના આરોપસર 2 વર્ષની જેલ સજા થઇ છે.કોમ્યુટરના દુરુપયોગ સહીત તેના ઉપર લગાવાયેલા ચાર આરોપોની તેણે કબૂલાત કરી લીધી છે.
તે એક મહિલા વિરુદ્ધ દુકાનમાં ચોરી કરવાના તથા ડેબિટ કાર્ડના દુરુપયોગની તપાસ કરી રહ્યો હતો ત્યારે તેણે મહિલા પાસે શારીરિક સુખની માંગણી કરી બદલામાં તેને નિર્દોષ છોડાવી દેવાની લાલચ આપી હતી.જે મહિલાએ નોકરી જવાના ડરથી કબૂલ પણ કરી લીધી હતી.હકીકતમાં દુકાનદારે આવી કોઈ ફરિયાદ કરી નહોતી તેમ છતાં તેના નામે પોતે તપાસ કરવા આવ્યો હોવાનું કહી યૌન શોષણ કર્યું હતું.તેવી રીતે અન્ય મહિલાનું પણ યૌન શોષણ કર્યું હતું જેના પુરાવા તેના લેપટોપમાંથી મળી આવતા તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)
  • એક બીજી ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અવંતિપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક આતંકવાદી માર્યો ગયો છે, જેની ઓળખ થઈ નથી. પોલીસ અને સુરક્ષા દળ સ્થળ પર હાજર છે access_time 9:48 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST