Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમેરિકાએ H-1B વિઝાધારકોને ટ્રેનિંગ આપવા 150 મિલિયન ડોલર ફાળવ્યા : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,સાઇબર સિક્યુરિટી ,એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ,એજ્યુકેશન ,ટ્રાન્સપોર્ટેશન ,સહિતના ક્ષેત્રોમાં ઓનલાઇન કામગીરી માટે ટ્રેનિંગ અપાશે

વોશિંગટન : H-1B  વિઝા મેળવી હજારોની સંખ્યામાં ભારતીયો સહીત વિદેશના કુશળ કર્મચારીઓ અમેરિકા જાય છે. આ વિઝાધારકોને ટ્રેનિંગ આપવા યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે  150 મિલિયન ડોલર ફાળવ્યા છે.જેનો ઉપયોગ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,સાઇબર સિક્યુરિટી ,એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ,ટ્રાન્સપોર્ટેશન ,સહિતના ક્ષેત્રોમાં કાર્યરત વર્તમાન  વિઝાધારકો તથા નવા આવનારા વિઝાધારકો માટે કરાશે .
ઉલ્લેખનીય છે કે અમેરિકાની ગ્લોબલ કંપનીઓ દર વર્ષે H-1B  વિઝાધારકોને પ્રમોટ કરે છે.જેમાં ભારતીય તથા ચાઇનીસ નાગરિકો વધુ સંખ્યામાં હોય છે.કોરોના વાઇરસના કારણે એજ્યુકેશન સહીત  અનેક ઉદ્યોગોમાં ઓનલાઇન કામગીરી કરવાની  ફરજ પડી રહી છે.જે વધુ સારી  રીતે કરી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)