Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આનું નામ 21 મી સદી : હવે મોબાઈલ ફોન દ્વારા દર્દનું નિદાન : મોબાઈલમાં રહેલા કેમેરાથી દર્દીના મોઢામાં રહેલી લાળનો ફોટો દર્દનું નિદાન કરી દેશે : મેલેરિયા છે કે લોહતત્વની ઉણપ કે પોષણની ખામી સહિતના દર્દોનું નિદાન માત્ર 15 મિનિટમાં : ઇન્ડિયન અમેરિકન ડો.સૌરભ મેહતાની ટીમને ક્રાંતિકારી સંશોધન માટે NIH નું 1 લાખ ડોલરનું ઇનામ

ન્યુયોર્ક : યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સીટીના પ્રોફેસર ડો.સૌરભ મેહતાના નેતૃત્વ સાથેની ટીમએ નવું અને ક્રાંતિકારી સંશોધન કર્યું છે.જે મુજબ મોબાઈલ ફોન દ્વારા દર્દનું નિદાન થઇ શકશે . આ માટે તૈયાર કરાયેલી એપ  ઇન્સ્ટોલ  કરી મોબાઈલમાં રહેલા કેમેરાની મદદથી દર્દીના મોઢામાં રહેલી લાળનો ફોટો પાડવાનો હોય છે.જે માત્ર 15 મિનિટમાં દર્દનું નિદાન કરી આપશે.જેનાથી દર્દીને  મેલેરિયા છે કે લોહતત્વની ઉણપ કે પોષણની ખામી છે તે સહિતના દર્દોનું  નિદાન માત્ર 15 મિનિટમાં મળી જશે.આ પદ્ધતિની કોઈ આડઅસર પણ નથી.
ડો.મેહતાની ટીમના આ ક્રાંતિકારી શંશોધનને ' નેશનલ ઈંટીટ્યુટ ઓફ હેલ્થ ટેક્નોલોજી ( NIH )  દ્વારા 1 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે.

(6:45 pm IST)