Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસ 56 વર્ષના થયા : પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડેને શુભેચ્છા પાઠવતા કહ્યું ' આવતા વર્ષે જન્મદિવસ વ્હાઇટ હાઉસમાં ઊજવશું '

વોશિંગટન :  અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ  ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસ ગઈકાલ મંગળવારે 56 વર્ષના થયા . આ પ્રસંગે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર  જો બિડેને શુભેચ્છા પાઠવી હતી તથા કહ્યું હતું કે આવતા વર્ષે જન્મદિવસ આપણે આઈસ્ક્રીમ પાર્ટી સાથે  વ્હાઇટ હાઉસમાં ઊજવશું.

ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા હેરિસની ભાણેજ મીના હેરિસનો જન્મદિવસ 20 ઓક્ટોબરના રોજ હતો.જે પ્રસંગે સુશ્રી કમલાએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.તેમજ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડેમોક્રેટ જો બિડેનનો 78 મો જન્મ દિવસ આવતા મહિને છે.જે પણ વ્હાઇટ હાઉસમાં ઉજવવા તેઓ આશાવાદી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)