Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નાઈરોબીમાં ભુખમરાનો હાહાકાર : કોરોના વાઇરસને કારણે બેરોજગાર બનેલા પરિવારનું ભરણપોષણ કરવા માટે બાલિકાઓ સેક્સ વર્કર બનવા મજબુર : માર્ચ મહિનાથી સ્કૂલો બંધ હોવાથી એક હજાર ઉપરાંત બાલિકાઓ દેહ વ્યાપારમાં ઢસડાઈ : નાઈટ નર્સનો અહેવાલ

નાઈરોબી : કેન્યાની રાજધાની નાઈરોબીમાં  ભુખમરાએ હાહાકાર મચાવી દીધો છે.કોરોના વાઇરસને કારણે બેરોજગાર બનેલા પરિવારનું ભરણપોષણ કરવા માટે  બાલિકાઓ સેક્સ વર્કર બનવા મજબુર બની રહી છે.માર્ચ મહિનાથી સ્કૂલો બંધ હોવાથી એક હજાર ઉપરાંત બાલિકાઓ દેહ વ્યાપારમાં ઢસડાઈ હોવાના અહેવાલો જાણવા મળે છે.

પૂર્વ સેક્સ વર્કર મેરી મુગુરે એ આ રસ્તે જતી યુવતીઓને બચાવવા માટે ' નાઈટ નર્સ ' નામક ઝુંબેશ શરૂ કરી છે.આ મહિલાએ જણાવ્યા મુજબ માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એક હજાર જેટલી બાલિકાઓ દેહ વ્યાપારમાં ઢસડાવા મજબુર બની છે.જેમાં 16 થી 18 વર્ષની યુવતીઓ ઉપરાંત 11 વર્ષની બાલિકા પણ છે.

આ ઉપરાંત બેરોજગારીને કારણે પરિવારની આવક ઘટી જવાથી  બાલ શ્રમિકોની સંખ્યામાં પણ વધારો થયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)