Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી તથા સેનેટમાં 4 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યાનો રેકોર્ડ : મતોની ફેર ગણતરી થતા સેનેટર કેવિન થોમસ છઠ્ઠા ડિસ્ટ્રીક્ટમાંથી ફરીવાર ચૂંટાઈ આવ્યા

ન્યુયોર્ક : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી ચૂંટણીઓમાં સૌપ્રથમવાર સૌથી વધુ  ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ચૂંટાઈ આવ્યાના વિક્રમનું સર્જન થયું છે.

સાથોસાથ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી તથા સેનેટમાં સૌપ્રથમવાર  4 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યાનો રેકોર્ડ પણ સર્જાયો છે.ખાસ કરીને શરૂઆતમાં જાહેર થયેલા પરિણામોમાં પરાજિત જણાયેલા સેનેટર કેવિન થોમસ બાકી રહી ગયેલા બેલેટ પેપર વોટની ગણતરીમાં ફરીથી ચૂંટાઈ આવ્યા છે.

આ ઉપરાંત 38 માં ડિસ્ટ્રીક્ટમાંથી જેનીફર રાજકુમાર ,56 માં ડિસ્ટ્રીક્ટમાંથી જેરેમી કુની ,તથા 36 માં ડિસ્ટ્રીક્ટમાંથી જોહરાન મામદની ચૂંટાઈ આવ્યા છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)