Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

" ફિમેલ ફોર્સ -કમલા હેરિસ " : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસની સંઘર્ષ ગાથા વર્ણવતું પુસ્તક : મહિલાઓ માટે પ્રેરણા સમાન પુસ્તક આજ 21 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાયું

કેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસની સંઘર્ષ ગાથા વર્ણવતું પુસ્તક " ફિમેલ ફોર્સ -કમલા હેરિસ " આજ  21 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાયું છે.જે પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયા બંને દ્વારા પ્રાપ્ય બનશે.
ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબર સુશ્રી કમલા હેરિસન જન્મદિવસના બીજા દિવસે પ્રસિદ્ધ કરાયેલું 22 પેજનું ફોટાઓ સાથેનું આ પુસ્તક મહિલા સશક્તિકરણની ગવાહી સમાન છે.તેમજ મહિલાઓને પ્રેરણા આપનારું છે.જે મિચેલ ફ્રિઝીલ દ્વારા લખાયું છે.

(6:32 pm IST)