Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

તુર્કીમાં 14 મી સદીમાં નિર્માણ પામેલું ઐતિહાસિક ચર્ચ મસ્જિદમાં ફેરવાયું : 70 વર્ષ પહેલા તુર્કીની બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક સરકારે આ પ્રાચીન બિલ્ડિંગમાં સંગ્રહાલય બનાવ્યું હતું : વર્તમાન શાસકોએ આ પ્રાચીન ઇમારતને મસ્જિદમાં ફેરવી દીધી

તુર્કી : તુર્કીમાં 14 મી સદીમાં નિર્માણ પામેલું ઐતિહાસિક ચોરા ચર્ચ આખરે મસ્જિદમાં ફેરવાઈ ગયું છે.કોન્સ્ટેન્ટિનોપલની પ્રાચીન શહેરની દિવાલોની નજીક બાંધવામાં આવેલા આ બિલ્ડિંગમાં 14 મી સદીના મોઝેક  અને બાઈબલના ચિત્રો છે.
70 વર્ષ પહેલા તુર્કીની  બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક સરકારે આ પ્રાચીન બિલ્ડિંગમાં  સંગ્રહાલય બનાવ્યું હતું .તે જગ્યા મસ્જિદમાં રૂપાંતરિત કરવા સામે વિશ્વભરમાં વિરોધનો જુવાળ ઉઠ્યો હતો.પરંતુ વર્તમાન મુસ્લિમ  શાસકોએ આ પ્રાચીન ઇમારતને આખરે શુક્રવારે મસ્જિદમાં ફેરવી દીધી હતી.જ્યાં બંદગી કરવા માટે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)