એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 1st October 2020

અમેરિકા ચૂંટણી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પએ ' નેશનલ ડોટર્સ ડે ' નિમિતે પોતાની પુત્રીની તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી : અનેક લોકોએ ટ્રમ્પએ ટેક્સ ઓછો ભર્યો હોવા અંગે કોમેન્ટ કરી

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલુ થઇ ગયો છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો અનુક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન એકબીજા ઉપર સામસામા આક્ષેપોની ઝડી વરસાવી રહ્યા છે.
આ સંજોગોમાં રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા ટ્રમ્પએ 2016 ની સાલમાં ધંધામાં ખોટ ગઈ હોવાનું જણાવી માત્ર 750 ડોલરનો જ ટેક્સ ભર્યો હતો તે બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે.તેવામાં 25 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં દર વર્ષે ઉજવાતા ડોટર્સ ડે ના બે દિવસ પછી ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પએ પોતાની 9 વર્ષીય પુત્રીની જુદી જુદી તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા ટ્રમ્પ ટ્રોલ થયા હતા.જોકે મોટા ભાગના લોકોએ  ડોટર ડે નિમિત્તે મુકાયેલી તસવીરો વખાણી હતી પરંતુ અમુક લોકોએ ટ્રમ્પએ ઓછા ભરેલા ટેક્સ અંગે કોમેન્ટ કરી હતી.જે બાબત અમેરિકામા જાગૃત લોકશાહીના પ્રતીક સમાન ગણી શકાય તેવું જાણવા મળે છે.

(1:37 pm IST)