એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 1st October 2020

પર્વતારોહકો માટે નેપાળ સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી : કોવિદ-19 નેગેટિવ રિપોર્ટ તથા હોટલમાં એક સપ્તાહ માટે ક્વોરેન્ટાઇન ફરજીયાત

કાઠમંડુ : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ નેપાળ સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે.જે મુજબ પર્વતારોહણ માટે આવનાર વ્યક્તિનો કોવિદ -19 નેગેટિવ રિપોર્ટ છેલ્લા 72 કલાકની અંદરનો હોવો જોઈએ .તેમજ તેણે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ હોટેલમાં જમા કરાવ્યા છે.જ્યાં તેણે એક સપ્તાહ સુધી રહેવાનું છે.તેનો આધાર રજૂ કરવાનો રહેશે.તેવું ક્લચર મિનિસ્ટરે સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં હાલમાં 74745  કોવિદ કેસ છે અને 419 લોકો કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.તેવું નેપાળના ન્યુઝપેપર હિમાલય ટાઇમ્સે પ્રસિદ્ધ કર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)