એન. આર. આઈ. સમાચાર
News of Friday, 2nd October 2020

ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થતાં જ અમેરિકામાં એલર્ટ : રક્ષામંત્રીએ બોર્ડર ઉપર ન્યુક્લિઅર પ્લાન લોન્ચ કરી દીધો : દેશની સુરક્ષા અને દુશ્મનોને ચેતવણી

વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થતાં જ અમેરિકા એલર્ટ થઇ ગયું છે.દેશના રક્ષામંત્રીએ બોર્ડર ઉપર ન્યુક્લિઅર પ્લાન  લોન્ચ કરી દીધો  છે.જે દેશની સુરક્ષા માટે મુકાયો છે.સાથોસાથ દુશ્મનો માટે ચેતવણી સમાન છે.
આ પ્લાન અમલ થવાની સાથે જ અમેરિકાની બોર્ડર ઉપર બોઇંગ વિમાનોએ ઉડ્યન શરૂ કરી દીધું છે.જયારે દેશના પ્રેસિડન્ટ જાહેરમાં આવી શકતા ન હોય કે મુલાકાત આપી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં આ પ્લાન અમલી બનાવાય છે.જેથી દુશમનોને ચેતવણી મળે છે કે અમેરિકા તેની રક્ષા માટે એલર્ટ છે.

(6:47 pm IST)