એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 16th September 2020

પુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ

લુધિયાણા : પંજાબના લોકોનો વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી.અને આ મોહ ક્યારેક ખર્ચના ખાડામાં ઉતારી દેનારો બને છે.તેવો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.જે મુજબ લુધિયાણાના એક પરિવારે પોતાના પુત્રના લગ્ન કર્યા પછી પુત્રવધૂને વધુ અભ્યાસ કરાવ્યો હતો.જેનો હેતુ તેને વિદેશ મોકલવાનો હતો.જેથી તેના મારફત પરિવાર પણ વિદેશમાં સ્થાયી થઇ શકે.
આથી 25 લાખ 70 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી લુધિયાણાના આ પરિવારે પુત્રવધૂને કેનેડા મોકલી હતી.પરંતુ ત્યાં સ્થાયી થઇ ગયા બાદ તેણે પોતાના તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાના બંધ કરી દઈ નાતો તોડી નાખ્યો
હતો.પરિણામે સ્વસુર પરિવારે પુત્રવધુના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આ પરિવાર પણ લાપત્તા થઇ ગયો હતો.આ પરિવારમાં યુવકની પત્ની બબનીત કૌર ,સાસુ હરવિન્દર કૌર , સસરા કુલદીપ સિંહ ,તથા સાળા જસવીર સિંહ સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:20 pm IST)