એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 14th October 2020

' કૌન બનેગા રાષ્ટ્રપતિ ' : અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેની છેલ્લા 35 વર્ષથી સચોટ આગાહી કરે છે આ વ્યક્તિ : જ્યોતિષી નહીં પણ એક પ્રોફેસર દ્વારા કરાતી આગાહી હજુ સુધી ખોટી પડી નથી : 2020 ની સાલમાં રાષ્ટ્રપતિનો તાજ કોના શિરે ?

વોશિંગટન : છેલ્લા 35 વર્ષથી એટલેકે 1984 ની સાલથી  અમેરિકાના એક પ્રોફેસર એલન લીચમેન  અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેની આગાહી કરે છે. તેઓ કોઈ જ્યોતિષી નથી.પણ ઇતિહાસના પ્રોફેસર છે. ચૂંટણી સમયે તેઓ 13 પ્રશ્નોની કવીઝ બનાવે છે.જેમાં જે પ્રશ્નોના વધુ જવાબો હા આવે તે રાષ્ટ્રપતિ બને છે તેવું તેમનું તારણ છે.જે હજુ સુધી ખોટું પડ્યું નથી.
આ વખતે તૈયાર કરેલી કવીઝમાં 13 માંથી 7 જવાબો જો બિડન માટે આવ્યા હતા જયારે 6 જવાબો ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં આવ્યા હતા.તેથી ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતની બીજી ટર્મમાં રાષ્ટ્રપતિ નહીં બની શકે તેવું તારણ  નીકળે છે.
જો તેમનું આ તારણ સાચું પડે તો 1992 ની સાલ પછી કોઈ રાષ્ટ્રપતિ બીજી ટર્મમાં ન ચૂંટાયા હોય તેવો રેકોર્ડ બનશે. 1992 ની સાલમાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ બીજી ટર્મમાં પરાજિત થયા હતા.જેમને બિલ ક્લિન્ટને હરાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:07 am IST)