એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th October 2020

સગીર બાળકીનું યૌન કરવાનો આરોપી ઇન્ડિયન અમેરિકન શિકાગોના ઓહારે એરપોર્ટ ઉપરથી ઝડપાઇ ગયો : મિત્રના પાસપોર્ટના આધારે ભારત જવાની પેરવીમાં હતો

શિકાગો : ન્યૂજર્સીમાં સગીર બાળકીનું યૌન કરવાનો આરોપી 41 વર્ષીય દુરિકંદન મુરુગન શિકાગોના ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઝડપાઇ ગયો હતો.તે પોતાના મિત્રના પાસપોર્ટના આધારે ભારત ભાગી જવાની પેરવીમાં હતો.પરંતુ તેના સમાનમાંથી પોતાની ઓળખના ડોક્યુમેન્ટ્સ નીકળી આવતા તેની પોલ પકડાઈ ગઈ હતી.તે બીમાર પિતાની ખબર કાઢવા ભારત જઈ રહ્યો હોવાની તથા તે માટે મિત્રના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

(2:26 pm IST)