એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th November 2020

' ઉત્સવ 2020 ' : યુ.એસ.ના જ્યોર્જિયામાં આવેલા ફોર્સીથ કાઉન્ટીના ઉપક્રમે યોજાનારો ભારતીય નૃત્ય પ્રોગ્રામ : 21 તથા 22 નવેમ્બરના રોજ ઉજ્વાનારો વર્ચ્યુઅલ મહોત્સવ ફેસબુક ઉપર જોવાનો લહાવો

જ્યોર્જિયા : યુ.એસ.ના જ્યોર્જિયામાં આવેલા ફોર્સીથ કાઉન્ટીમાં ભારતીયોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ  કાઉન્ટીના ઉપક્રમે ભારતીય નૃત્ય પ્રોગ્રામ નું આયોજન કરાયું છે.  21 તથા 22 નવેમ્બરના રોજ  ઉજ્વાનારો આ વર્ચ્યુઅલ  મહોત્સવ ફેસબુક ઉપર જોવાનો લહાવો લઇ શકાશે .જેનો સમય 21 નવેમ્બરના રોજ સાંજે 6-30 કલાક તથા 22 નવેમ્બરના રોજ સવારે 11-30 થી સાંજે 6-30 વાગ્યા સુધીનો રહેશે.

સૂર્ય ફાઉન્ડેશન તથા ફોર્ટિસ કાઉન્ટી આર્ટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઉત્સવ 2020  વર્ચ્યુઅલ પ્રોગ્રામનું લાઈવ નિદર્શન
www.facebook.com/suryafoundeshn ના માધ્યમથી નિહાળી શકાશે.

ઉત્સવમાં એવોર્ડ વિજેતા કલાકારો તથા ટિમો જોડાશે તેવું એનઆરઆઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)