એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st October 2020

ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન મહિલા સુશ્રી નિશા શર્માએ કેલિફોર્નિયાના 11 માં કોંગ્રેશનલ ડીસ્ટ્રીક્ટમાંથી ઉમેદવારી નોંધાવી : વર્તમાન ડેમોક્રેટ પ્રતિનિધિને પરાજિત કરવાની ઉમ્મીદ : અમેરિકન ડ્રિમ સાચું પાડનાર પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ યોગ્ય વ્યક્તિ હોવાનું મંતવ્ય

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન  મહિલા સુશ્રી નિશા શર્માએ કેલિફોર્નિયાના 11 માં  ડીડટ્રીક્ટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.તેઓ વર્તમાન ડેમોક્રેટ પ્રતિનિધિ માર્ક ડીસોલિનીઅરને પરાજિત કરવા આશાવાદી છે.
ભારતના પંજાબના લુધિયાણાના વતની સુશ્રી નિશા 16 વર્ષ પહેલા અમેરિકા આવ્યા હતા.તથા હાલમાં રીઅલ એસ્ટેટ એજન્ટ તરીકે કાર્યરત છે.
અત્યાર સુધી તેઓ ડેમોક્રેટ ઉમેદવારને મત આપતા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી અમેરિકાના આર્થિક વિકાસને ધ્યાને લઇ તેઓ રિપબ્લિકન બની ગયા છે.તેમના મતે અમેરિકન ડ્રિમ સાચું પાડનાર પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ યોગ્ય વ્યક્તિ છે.
તેઓ વર્તમાન ડેમોક્રેટ પ્રતિનિધિ વિષે જણાવે છે કે ત્રણ વખત કોંગ્રેસમેન તરીકે ચૂંટાયા પછી પણ તેમણે  પ્રજા ઉપરના ટેક્સ ભારણ ,તેમજ સલામતી માટે કશું કર્યું નથી.

(5:42 pm IST)