એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th October 2020

ઓસ્ટ્રેલિયામાં આશાસ્પદ ગુજરાતી યુવકનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ

માસ્ટર્સ ડીગ્રી પૂર્ણ કરી લીધેલઃ પરમેનન્ટ રેસીડન્સી માટે એપ્લાય કરવાનો હતો : ભાર્ગવ સોલંકી મેલબર્ન ખાતે મિત્રો સાથે ૪ વર્ષથી રહેતો હતો

મેલબર્નઃ વલસાડના આબ્રામા વિસ્તારના ૨૫ વર્ષના વિદ્યાર્થી યુવાનનું ઓસ્ટ્રેલિયાના એલવુડ, મેલબર્ન સિટીમાં ગુરૂવારે રાતે ભયાનક કાર- અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. છેલ્લાં ૪ વર્ષથી ઓસ્ટ્રેલીયામાં ભણતો આ વિદ્યાર્થી માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ટૂંકમાં જ ઓસ્ટ્રેલીયાના પી.આર. માટે અરજી કરવાનો હતો. યુવાનનો મૃતદેહ ભારત લાવવા માટે સ્થાનિક ભારતીય મૂળના લોકોએ કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ દુર્ઘટનાની જાણ મૃતકના વલસાડ ખાતે રહેતા પરિવારને થતાં તમામ સ્વજનો આઘાતમાં સરી પડયા છે. વલસાડના અબ્રામા ખાતે આવેલી માર્બલ ફેકટરી પાસે રહેતા મહેશભાઈ સોલંકીના એકના એક પુત્ર ભાર્ગવ સોલંકી (ઉ.વ.૨૫) છેલ્લા ૪ વર્ષથી ઓસ્ટ્રેલીયાના મેલબર્ન સિટીમાં  ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો.

(2:38 pm IST)