News of Tuesday, 27th October 2020
કમલા હેરિસ અનુભવી અને બુદ્ધિશાળી મહિલા છે : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસના જો બીડને વખાણ કર્યા : પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ
વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.જે દરમિયાન એક ચેનલના ઇન્ટરવ્યૂ વખતે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ વિષે પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કમલા હેરિસ અનુભવી અને બુદ્ધિશાળી મહિલા છે .
તેમણે ઉમેર્યું હતું કે કમલા હેરિસ કેલિફોર્નિયાના એટર્ની જનરલ પદે પહોંચી શકનાર સૌપ્રથમ મહિલા હોવા ઉપરાંત અશ્વેત મહિલા છે.તેઓ અશ્વેત સેનેટર તરીકે ચૂંટાઈ આવનાર બીજા ક્રમના મહિલા છે.તેમની બુદ્ધિ શક્તિ તથા અનુભવ અને કાબેલિયત ઉપર મને પુરેપુરો વિશ્વાસ છે.
(1:04 pm IST)