એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 27th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી વિદેશી છાત્રોની સંખ્યામાં ઘટાડો નોંધાયો : વિદેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં અગાઉના વર્ષો કરતા 7 ટકા ઘટાડો : અમેરિકન ફર્સ્ટ, વર્ક વિઝા ઉપર અંકુશ, સહિતની બાબતો જવાબદાર : આંતર રાષ્ટ્રીય શિક્ષક સંઘનું તારણ

શિકાગો : જ્યારથી અમેરિકાના પ્રેસિડન્ટ પદ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ આરૂઢ થયા છે ત્યારથી વિદેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.તેવું તારણ આંતર રાષ્ટ્રીય શિક્ષણ સંઘે કાઢ્યું છે.

આ તારણ મુજબ 2001 ની સાલમાં સમગ્ર વિશ્વમાંથી 53 લાખ સ્ટુડન્ટ્સ વિદેશોમાં અભ્યાસ કરતા હતા.જેની સંખ્યા આગળ જતા અનેકગણી વધી ગઈ હતી.જે પૈકી 28 ટકા સ્ટુડન્ટ્સ અમેરિકામાં અભ્યાસ કરતા હતા.પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આ સંખ્યા ઘટીને 21 ટકા થઇ જવા પામી છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ ટ્રમ્પની પોલિસી જવાબદાર છે.જે મુજબ અમેરિકન ફર્સ્ટ ,વર્ક વિઝા ઉપર અંકુશ ,સહિતના કારણો જવાબદાર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:18 pm IST)