Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020
ચોટીલાના એડવોકેટ અને નોટરી આર.બી. શાહના માતુશ્રીનું અવસાન

ચોટીલા : જૈન સમાજના અગ્રણી પરિવારના ભરતભાઇ બી. શાહ એડવોકેટ નોટરી આર.બી. શાહ (રાજુભાઇ શાહ), તેમજ સુનિલભાઇ શાહ, અજયભાઇ શાહ તથા ગીતાબેન અને વર્ષાબેનના માતુશ્રી વસંતબેન બાબુલાલ શાહ (ઉ.વ.૯૪) તા. ર૪ મંગળવારના રોજ ચોટીલા મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૪ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે. રાજેશભાઇ બી. શાહ મો. ૯૮રપર ૯ર૧૯પ, સ્મિતાબેન રાજેશભાઇ શાહ - મો. ૯૪૦૯૧ ૭૭ર૯૧

વાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરના મહંત પટેલબાપુનું શુક્રવારે ટેલીફોનિક બેસણુ

વાંકાનેર : જડેશ્વર રોડ ઉપર આવેલ શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મંદિરના મહંત શ્રી તેમજ પાટીદાર સમાજના કારોબારી સભ્ય તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ સ્વ. કાનજીભાઇ રામાભાઇ પટેલ (શ્રી પટેલબાપુ) તે તુષારભાઇ અને શ્રી વિશાલભાઇના પિતાશ્રીનું તા. રર ને રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તુષાર પટેલ મો. ૯૮૭૯૦ ૭૬૬૮૩) વિશાલ પટેલ મો. ૯૮રપ૦ ૩૦૪૭૯.

શ્રી પટેલબાપુને વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, વાંકાનેરના રઘુવંશી અગ્રણી  જીતુભાઇ સોમાણી, જાણીતા ઉદ્યોગપતિ  પ્રજ્ઞેશભાઇ પટેલ,  અમરશીભાઇ મઢવી, જેન્તીભઇ સાહેબ, મહેશભાઇ રાજવીર, તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રી પટેલબાપુની માનવ સેવા, સંતોની સેવા, ગરીબોની સેવા, ગૌસેવા, હોસ્પીટલની સેવા જેવી અનેક પરોપકારી સેવા શ્રી પટેલબાપુની યાદ કરીને શ્રી પટેલબાપુને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પિત કરેલ તેમજ વિવિધ સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી અર્પિત કરેલ હતી.

જસદણના જૂની પેઢીના શિક્ષિકા કમળાબેન ઉપાધ્યાયનું અવસાન : ટેલીફોનીક બેસણું

જસદણઃ કમળાબેન ગીરજાશંકર ઉપાધ્યાય (નિવૃત શિક્ષીકા જસદણ તાલુકા શાળા) (ઉ.વ. ૮૮) તે કિશોરભાઈ , અશોકભાઈ, રાજુભાઈ, અશ્વિનભાઈના માતુશ્રી અને જય, જીત, નકુલના દાદીનુ તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૬ના ગુરૂવાર રોજ સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી તેમના નિવાસ સ્થાન મેઈન બજાર, આપાવાળી શેરી, મોતીચોક, જસદણ ખાતે રાખેલ છે. કિશોરભાઈ મો. ૯૭૨૪૫૦૫૪૧૫, અશોકભાઈ મો. ૯૪૨૭૨૭૧૮૮૦, રાજુભાઈ ઉપાધ્યાય મો. ૯૫૧૨૧૨૨૩૦૬, અશ્વિનભાઈ મો. ૯૨૭૭૫૦૧૫૮૩.

મંજુલાબેન સોલંકીનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મંજુલાબેન સંતોષભાઈ સોલંકી તે નિકુંજના માતુશ્રીનું તા.૨૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૬ને ગુરૂવારે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિકુંજ સોલંકી - મો.૯૬૬૪૮૫૭૮૧૦/ ૮૪૬૦૬૧૦૭૬૫.

અવસાન નોંધ

જગજીવનભાઈ રૂપારેલીયા

રાજકોટઃ ઠા.જગજીવનભાઈ હરજીવનભાઈ રૂપારેલીયા ઉર્ફે જગુભાઈ (કોયલીવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ.લખુભાઈ રૂપારેલીયાના મોટાભાઈ તે પુષ્પાબેન, વનીતાબેન, કિશોરભાઈ, હંસાબેન, દક્ષાબેન તથા સ્વ.કેતનભાઈના પિતાશ્રી તથા વસનજી ગોકળદાસ મશરૂના જમાઈ તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મીત રૂપારેલીયા મો.૯૪૨૯૧ ૫૯૮૫૯ / ૯૪૨૭૫ ૬૧૩૧૩ / ૯૪૨૯૧ ૫૯૭૭૨

મનસુખલાલ મહેતા

રાજકોટ :.. ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ વડીયા નિવાસી મનસુખલાલ બાલાશંકર મહેતા (ઉ.વ.૮ર) (નિવૃત મામલતદાર) તે નિલેશભાઇ (વડીયા), બીનાબેન પંડયા (મોવીયા) સ્વ. આકાશભાઇ (ગોંડલ), પુનીતાબેન (ધોરાજી)ના પિતાશ્રી તથા વિશ્વ તથા ઋષિના દાદાનું તા. ર૩ ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલિફોનિક બેસણું ગુરૂવારે તા. ર૦ ના રોજ ૪ થી ૬ રાખેલ છે.

  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST

  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST

  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST