Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020
એડવોકેટ હેરંજાના દાદીમાની વફાત

રાજકોટ : મહંમદભાઇ અલારખાભાઇ હેરંજાના માતુશ્રી તથા એડવોકેટ હુસેન હેરંજા તથા રીયાઝ હેરંજાના દાદી અમીનાબેન અલારખાભાઇ હેરંજા (જુનાગઢ વાળા) હાલ રાજકોટ તા. ૯-૯-ર૦ર૦ના રોજ જન્નતનશીન થયેલ છે. મર્હુમા અમીનાબેનની જીયારત તા. ૧૧-૯-ર૦ર૦ના રોજ તેમના નિવાસ સ્થાને 'ગુલશને ગરીબ નવાઝ' નીલકમલ પાર્ક, બ્લોક નં. ૧, નીલકંઠ  પાર્કની બાજુમાં, કોઠારીયા રોડ રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧૧ રાખવામાં આવેલ છે.

જુનાગઢના પત્રકાર શૈલેષભાઇ પારેખના પત્ની ઉષાબેનનું અવસાન

જુનાગઢ : ઉષાબેન શૈલેષભાઇ પારેખ (ઉ.૬૦) તે શૈલેષભાઇ હરસુખલાલ પારેખ (પત્રકાર આજકાલ દૈનિક -બુક સેલર્સ) ના ધર્મપત્ની તથા સ્વ. હરસુખલાલ જગજીવનદાસ પારેખ બુક સેલર્સના પુત્રવધુ અને ભાવિન તથા જીજ્ઞાના માતુશ્રી તેમજ જીવન રવજી ગાંધી વાળા સ્વ. વ્રજલાલ હરિદાસભાઇ ઘીયાની પુત્રીનું તા. ૧૦ સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૧ શુક્રવારે ૪ થી પ મો. નં. શૈલેષભાઇ પારેખ મો. ૯૮૭૯પ ર૧ર૦૮, ભાવીન પારેખ મો. ૯૯રપ૭ ૩૯૬૯૬

જામનગરનાં કુસુમબેન સોલંકીનું અવસાનઃ સાંજે ટેલીફોનીક ઉઠમણું

રાજકોટ તા. ૧૦: જામનગર નિવાસી રતનશી ભાણજી સુડીવાલા એન્ડ સન્સ-જનતા સેલ્સ કોર્પોરેશન અને મારૂ કંસારા દુર્લભજીભાઇ (કાકુભાઇ) લાલજીભાઇ સોલંકી પરિવારના ગં.સ્વ. કુસુમબેન (ઉ.વ. ૬૯) તે ગૌ. વા. ચંદ્રકાંતભાઇના ધર્મપત્ની તથા ગૌ. વા. વસંતભાઇ સોલંકી, ગૌ.વા. જગદીશભાઇ સોલંકી, ગૌ.વા. દિનેશભાઇ સોલંકી અને રાજુભાઇ સોલંકીના ભાભી તથા મેહુલભાઇનાં માતુશ્રી તા. ૮ ને મંગળવારે શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે.

હાલના પ્રવર્તમાન સંજોગોને અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું આજે તા. ૧૦ને ગુરૂવારના રોજ  સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન રાખેલ છે. રાજુભાઇ દુર્લભજીભાઇ સોલંકી મો. ૯૮રપર ૧ર૬૯ર, મેહુલભાઇ ચંદ્રકાન્તભાઇ સોલંકી મો. ૯૪ર૭૭ ૭ર૪૮૧, તુષારભાઇ વસંતભાઇ સોલંકી મો. ૯૮૭૯૧ ૪૯૧૮૦, સરજુભાઇ જગદિશભાઇ સોલંકી મો. ૯૬૬ર૦ ૦૮૯પ૯

યુવા કન્સલ્ટિંગ એન્જીનિયર મનીષ રૂપારેલીયાના પિતાશ્રીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મુળ ધારી સ્વ. બાબુભાઇ વનમાળીદાસ રૂપારેલીયાના પુત્ર જયંતિભાઇ (ઉ.વ.૭૮) તે મનોજભાઇ, મનીષભાઇ (કન્સલ્ટિંગ એન્જીનિયર), પરેશભાઇ અને ડો. મમતાબેનના પિતાશ્રી અને સ્વ.પ્રવિણચંદ્ર ડાયાલાલ તન્નાના બનેવીનું તા.૯ને બુધવારે અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું અને પિયરપક્ષની સાદડી તા.૧૧નેે શુક્રવારે સાંજે ૪ થી ૭ મનોજભાઇ મો.૭૮૧૫૦ ૨૫૦૪૦, મનીષભાઇ મો.૯૩૭૪૧  ૦૭૩૦૬, પરેશભાઇ મો.૯૪૨૯૪ ૭૦૮૧૦, અને ડો. મમતાબેન મો. ૯૪૦૭૬ ૬૪૯૦૯, ચંદ્રકાન્તભાઇ તન્ના મો.૭૭૭૯૦ ૯૯૦૯૯ ઉપર રાખ્યું છે.

અવસાન નોંધ

મારૂ કંસારા વિનોદરાય સોલંકીનું નિધન : સાંજે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : મૂળ જામનગરના હાલ રાજકોટ વિનોદરાય છોટાલાલ સોલંકી (ઉ.વ.૬૮) તે કમલેશભાઇ, પ્રકાશભાઇ તથા રેણુકાબેનના પિતાશ્રી અને મગનલાલ દયાળજી પરમારના જમાઇનું નિધન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખ્યું છે. મો. ૯૮૯૮પ ૦૩૬પ૪/ ૭૪૦પ૮ ૧૩પ૩૩  

જોષી ટ્રાવેલવાળા મહેન્દ્રભાઇના મોટાભાઇ પ્રવિણભાઇ જેઠાલાલ જોષીનું અવસાન

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના ઔદિચ્ય બ્રાહ્મણ (જોષી  ટ્રાવેલ્સ) વાળા સ્વ.જેઠાભાઇ વાલજી જોષીના સુપુત્ર પ્રવિણભાઇ જેઠાલાલ જોષી ઉ.૭પ જે હેમલભાઇ, અમુુલભાઇ અને કાજલબેનના પિતાશ્રી અને રમણીકભાઇ, મહેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, શૈલેષભાઇ,  ઇન્દુબેન, સ્વ.મંજુબેનના મોટાભાઇનું તા. ૯-૯/ર૦ર૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સ્વર્ગસ્થનું ટેલીફોની બેસણું તા.૧ર/૯/ર૦ર૦ને શનિવારના રોજ સાંજના ૪ થી૬ રાખેલ છે.  હેમલભાઇ પ્રવિણભાઇ જોષી - ૯૫૧૨૬ ૭૨૧૯૩  અમુલભાઇ પ્રવિણભાઇ જોષી - ૯૮૨૫૬ ૨૭૮૪૨રમણીકભાઇ  જેઠાલાલ જોષી - ૯૯૭૯૫ ૦૨૫૫૫ મહેન્દ્રભાઇ જેઠાલાલ જોષી - ૯૪૨૬૦ ૬૦૮૭૦- રાજુભાઇ જેઠાલાલ જોષી - ૯૪૨૬૯ ૦૦૧૬૬ -શૈલેષભાઇ જેઠાલાલ જોષી - ૯૪૨૭૯ ૬૩૨૨૧

જસદણમાં જૂની પેઢીના પત્રકાર રમેશ ચંન્દ્ર ભટ્ટનું અવસાન

જસદણ : ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ મૂળ હલેન્ડના અને હાલ જસદણ નિવાસી જૂની પેઢીના પત્રકાર રમેશચંદ્ર નાનાલાલ ભટ્ટ (ઉવ.૭૫)તે ચંદ્રકાંતભાઇના નાનાભાઇ સ્વ. વિજયભાઇના મોટાભાઇ હીરાબેન પી જોષી (જુનાગઢ)ના ભાઇ દિવ્યેશભાઇ, નીતીનભાઇના કાકા પ્રશાંતભાઇના ભાઇજીનું તા.૮ મંગળવારના રોજ નિધન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. પ્રશાંત ભટ્ટ મો. ૯૯૭૯૪ ૭૪૬૪૯, નીલમબેન ભટ્ટ મો. ૯૮૨૪૬ ૯૬૬૧૭, હીરાબેન પી. જોષી મો. ૯૭૨૩૭ ૮૦૮૮૫, મધુબેન મો. ૯૭૨૩૬ ૫૯૦૩૪

મોવિયા કુમાર શાળાના નિવૃત આચાર્ય જયંતિલાલ પંડ્યાનું અવસાન

મોવિયા (ગોંડલ) : શિક્ષણવિદ , મોવિયા કુમાર તાલુકા શાળાના નિવૃત આચાર્ય તથા મોવિયા મોટી હવેલી ના મુખિયાજી જયંતિલાલ રતિલાલ પંડ્યા,   (ઉં.વ.૮૫)તે પ્રફુલભાઇ પંડ્યા, શિક્ષક મોવિયા કન્યા તાલુકા શાળા , કિશોરભાઈ પંડ્યા , મનોજભાઈ પંડ્યાના પિતાશ્રી નું તા.૮ના રોજ નિધન થતા શિક્ષણ વર્તુળોમાં બ્રહ્મ સમાજ ઼અને વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી છવાય હતી. તેમનું ટેલિફોનિક બેસણું ગુરૂવારે રાખેલ છે. પ્રફુલભાઇ મો. ૯૪૦૯૦ ૧૫૧૨૧, કિશોરભાઈ મો. ૯૯૨૫૫ ૩૯૬૯૦, મનોજભાઈ મો.૯૮૭૯૯ ૯૬૮૫૩

ઉપલા દાતારના સેવક હિરલભાઇનું અવસાન

જૂનાગઢ : ઉપલા દાતારના સેવક અમદાવાદ નિવાસી હિરલભાઇ મોદીનું અવસાન થયું છે. તેમના અવસાનથી મહંત ભીમબાપુ સહિત તમામ સેવકોમાં ગમગીની પ્રસરી ગયેલ હતી. દાતારના જૂના સેવક અને દાતારની જગ્યા પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા હિરલભાઇના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીને અંજલી અર્પી હતી.

મુજાહિદે ગુજરાતના સુપુત્ર મૌલાના મો.હારૂન ધોરાજવીનો ઇન્તેકાલ

રાજપીપળા, તા. ૧૦ :  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળાની જામા મસ્જિદના ઇમામ હઝરત મૌલાના હાજી મો. હારૂન સાહેબ વફાત પામતા જુની પેઢીના સુન્ની લોકોમાં આઘાતની લાગણી વ્યાપી ગઇ છે. તેઓના પિતા શેરે ગુજરાત નામે ઓળખાતા હતા અને આખા ભારતમા મશહૂર હતા તેઓ એ ગુજરાતમાં સુન્નીયત ફેલાવાનું સારૂ કામ કર્યુ હતું તેવો પણ રાજપીપળા જામા મસ્જિદના ઇમામ તરીકે સેવા આપતા હતા એમના પછી એમના પુત્ર મૌલાના હાજી મો. હારૂન ધોરાજવીએ જામા મસ્જિદમાં ઇમામ તરીકે લગભગ ૩પ થી વધુ વર્ષ સેવા આપી અને એમણે પણ એમના પિતાની જેમ સુન્નીયત ફેલાવી હતી.

કહેવામાં આવે છે કે રાજપીપળામાં આજે જે સુન્નીયતની બોલબાલા છે એ તેઓના પિતા અને એમના પુત્ર થકી છે. મૌલાના હાજી મો. હારૂન સાહેબની એમના વતન ધોરાજી ખાતે ગઇકાલે બુધવાર સવારે ૧૦ કલાકે દફન વીંધી કરવામાં આવી હતી.

ગુજરાતના પ્રસિદ્ધ દારૂલ ઉલૂમ શાહે આલમ-અમદાવાદના રૂહેરવાં તરીકે અને સમગ્ર ગુજરાતમા મુજાહિદે અહેલ સુન્નત તરીકે સતત મસ્લકે આ'લા-હઝરતનો પ્રચાર પ્રસાર કરી, બિનસુન્નીઓ સામે જબરી લડત આપી ભરપુર સાહિત્ય પ્રસિદ્ધ કરનાર હઝરત મૌલાના હાજી અલીમુહંમદ સાહેબ ધોરાજવી (રહે.) ના તેઓ પુત્ર હતા અને ધોરાજી આવેલ જયાં ગઇકાલે વફાત પામ્યાનું જાણવા મળેલ છે.

સુશીલાબેન પાઠક

રાજકોટઃ તાવી નિવાસી હાલ રાજકોટ સુશીલાબેન મહેન્દ્રભાઈ પાઠકનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન  પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઈ રવિશંકર પાઠક મો.૯૮૭૯૫ ૨૯૨૯૦, હાર્દીક મહેન્દ્રભાઈ પાઠક મો.૯૯૨૫૮ ૮૯૧૪૮

હરેશકુમાર આડેસરા

મુ. સરધાર : સ્વ. સોની જયંતિલાલ પોપટલાલ લખતરીયાના જમાઇ સ્વ. સોની હરેશકુમાર જયંતીલાલ આડેસરા (ઉ.વ.૪૮) તે વિનુભાઇ તથા ભુપતભાઇના બનેવીનું રાજકોટ તા. ૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. સાદડી તા. ૧૧ શુક્રવારના રોજ ૪ થી ૬ સરધાર મુકામે ટેલીફોનીક રાખેલ છે. મો. ૯૪ર૬ર પ૮૭૧૦, મો. ૯૯૭૯૭ ૭૪૭૦ર.

હસુમતીબેન વૈદ્ય

રાજકોટ : પ્રશ્નોરા નાગર મરણ ગં. સ્વ. હસુમતીબેન વૈદ્ય (ઉ.વ.૮૪), તે સ્વ. મહેશભાઈ બાબુભાઈ વૈદ્યના પત્ની, આશુતોષ વૈદ્યના માતુશ્રી, હિરણ્યમયી નિરજકુમાર ચાંદ્રાણીના દાદી, તે સ્વ. ડો. જયોતિષભાઇ વૈદ્ય, જગદીશભાઈ વૈદ્ય અને શશીકલાબેન નિખિલભાઈ ભટ્ટના ભાભી, સ્વ. રશ્મિકાંત અનંતરાય મહેતાના બહેન તા. ૮ને મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતના આત્માની શાંતિ માટે તા. ૧૦, ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સંપર્ક : જગદીશભાઈ (ભાવનગર) : ૯૧૦૬૭ ૩૫૫૭૯, કલ્યાણીબેન (ભાવનગર): ૯૪૨૭૧ ૪૫૯૯૩, જયેશભાઈ વૈદ્યઃ ૭૮૨૮૯ ૮૧૦૨૭, તૃપ્તિબેન પૌરાણા : ૯૪૨૬૨ ૪૯૧૫૬

 મધુકરભાઇ ઠાકર

રાજકોટઃ નિવાસી ઔદીચ્ય ઝાલાવડી બ્રાહ્મણ શ્રી મધુકર ભાઈ ધીરજ લાલ ઠાકર (ઉ.વ. ૮૫) તે રેખાબેન ના પતિ,હેમંત ભાઈ ના પિતાશ્રી તથા કુશલ અને મેઘા બેન કૌશલ કુમાર વ્યાસ ના દાદાનું તા.૭ને સોમવાર દુઃખદ અવસાન થયેલ છે. હાલ ની કોરોના મહામારી ને કારણે સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૦  ને ગુરુવાર સાંજે ૪ થી ૬  કલાકે રાખેલ છે. હેમંતભાઈ ઠાકર, માધુરીબેન ઠાકર ફોન ન. ૮૧૪૦૪ ૩૨૩૨૫ ૯૪૨૭૨ ૭૭૪૮૭

મંજુબેન વણપરીયા

રાજકોટઃ મંજુબેન દીપકભાઇ વણપરીયા તે મહીરાજભાઇ, રાહુલભાઈ, નીરલબેનના માતૃશ્રી તથા નીશાબેન, રેખાબેનના સાસુનું તા. ૮ને મંગળવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ કલાકે રાખેલ છે. મહીરાજભાઇ મો. નં. ૬૩૫૪પ ૦૫૦૬૦, રાહુલભાઇ મો. નં. ૯૯રપ૦ ૭૧૩૯૧

પ્રમોદભાઈ જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.અમૃતલાલ ત્રિભોવનભાઇ જોષીના મોટા પુત્ર પ્રમોદભાઇ (ઉ.વ.૮૦, નિવૃત્ત સેનેટરી ઇન્સ્પેકટર જામનગર જિ.પં.) તે સ્વ.રાજેન્દ્રભાઇ અને નરેન્દ્રભાઇ (પ્રાધ્યાપક લોહાણા પીટીસી કોલેજ)ના વડીલબંધુ તે ભગવતીપ્રસાદ અને કાજલબેનના પિતાશ્રી તે રક્ષિતભાઇ (કુંડલીયા કોલેજ)ના દાદા તે સ્વ.ભુદેવભાઇ કુરજીભાઇ પંડયા (મુળ પાંચ પીપળા, હાલ રાજકોટ)ના જમાઇનું તા.૯ને બુધવારે અવસાન થયું છે. હાલની પરિસ્થિતિ મુજબ તેમનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪થી ૬ દરમિયાન નરેન્દ્રભાઇ મો. ૯૪૨૭૪ ૪૦૫૬૫, રક્ષિતભાઇ ૯૦૧૬૨ ૨૫૭૯૩, ભગવતીપ્રસાદ ૯૪૨૯૦ ૪૮૩૭૧.

જીણાભાઈ ઘોઘારી

રાજકોટઃ જીણાભાઈ મનજીભાઈ ઘોઘારી, તેઓ દુધીબેનના પતિ, ગોવિંદભાઈ, લાલજીભાઈ તેમજ કેશુભાઈ ઘોઘારીના પિતાશ્રી તા.૯ (બુધવાર)ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ (શુક્રવારે) સાંજે ૫ થી ૬ રાખેલ છે. કેશુભાઈ જીણાભાઈ ઘોઘારી મો.૯૯૨૪૦ ૨૨૯૮૯, મોહિત કેશુભાઈ ઘોઘારી મો.૭૯૮૪૩ ૪૭૫૯૧, જયેશ કેશુભાઈ ઘોઘારી મો.૯૦૫૪૬ ૩૯૧૧૧

ગણપતભાઈ બારોટ

રાજકોટઃ બગસરા નિવાસી ગણપતભાઈ હિરજીભાઈ બારોટ (સમસ્ત દશા સોરઠીયા વણિક સમાજના બારોટજી) તે હિતેષભાઈના પિતાશ્રી તથા પ્રદિપભાઈ તથા સુનીલભાઈના કાકાનું તા.૭ના રોજ રામચરણ પામેલ છે. તેમનું તા.૧૧ના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ડો.ભરતભાઈ જોષી

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી ડો.ભરતભાઈ ફૂલશંકર જોષી (ઉ.વ.૭૦) તે સ્વ.શાસ્ત્રી ફૂલશંકર લક્ષ્મીશંકર જોષીના પુત્ર, તે પંકજભાઈ ફૂલશંકર જોષીના મોટાભાઈ, સોનલબેન- ભાવનાબેનના પિતાશ્રી શાસ્ત્રી અજયભાઈ, ગૌરાંગભાઈના મોટાબાપુ તથા પ્રાંચી નિવાસી ઈન્દ્રવદનભાઈ (બાબુભાઈ)ના બનેવી, કમલેશભાઈ પરેશભાઈના સસરા તા.૯ બુધવારના વૈકુંઠ વાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૪ ૨૯૨૬૪, ૯૯૨૫૯ ૧૨૨૦૭, ૯૫૨૯૯ ૬૬૦૬૪, ૯૦૩૩૪ ૨૧૦૬૮

પ્રદ્યુમનભાઈ દવે

બાબરા : દવે ઉમિયાશંકર વ્રજલાલ (નિવૃત જમાદાર)ના પુત્ર પ્રદ્યુમનભાઈ ઉમિયાશંકર દવે (ઉવ. ૪૫) ( મુનાભાઈ) તે જીજ્ઞેશભાઈ, ભાવિનભાઈ (પોલીસ કોન્સ્ટેબલ સાવરકુંડલા) તથા ગૌતમભાઈના મોટાભાઈનું તા.૮ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું તા ૧૧ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

મમતાબેન જોષી

મોરબી :.. મુળ જેતલસર હાલ જેતપુર (કાઠી) ચીમનરાય નર્મદાશંકર જોષીના ધર્મપત્ની મમતાબેન (ઉ.પપ) તે યોગેશભાઇ, કાજલબેન જીજ્ઞેશકુમાર મહેતા (તાલાળા), ભાવિકાબેન કલ્પેશકુમાર આચાર્ય (કુવાડવા) અને તેજલબેન અમિતકુમાર પંડયા (સમઢીયાળા)ના માતા તેમજ જેતલસર (જંકશન) નિવાસી ભુપતરાય મોહનલાલ ઠાકરના દીકરી તથા દિલીપભાઇ (અમદાવાદ) તથા બકુલભાઇ (જેતલસર) ના બહેન તેમજ જીજ્ઞેશ ભટ્ટ (પત્રકાર), હિમાંશુ ભટ્ટ (પત્રકાર)નાં માસીનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને લઇને બેસણું તથા પિયર પક્ષની સાદડી ટેલીફોનિક રાખેલ છે.

હરસુખલાલ પંડ્યા

ગોંડલ : મૂળ ગામ પાનેલી મોટી હાલ ગોંડલ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હરસુખલાલ નાથાલાલ પંડ્યા (ઉ.વ. ૬૦) તે ચંદ્રવ્રક્ષ પંડ્યા,  સ્વ. દલસુખભાઈ પંડ્યા, જગદીશભાઈ પંડ્યાના નાના ભાઈ, કપિલ (રાજકોટ)ના પિતાનું તા. ૭ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે મો. ૯૮૭૯૮૭૫૯૭૧

અશોકભાઇ પટેલીયા

વેરાવળ : અશોકભાઇ રતિલાલ પટેલીયા ઉ.પપ તે સ્વ. વસંતભાઇ, વિનુભાઇના ભાઇ તથા સ્વ. પરેશભાઇ, હીતેષભાઇ (ટોયલ), સંજયભાઇ (બોમ્બે) ના કાકા તેમજ હીતેષભાઇ (કટલેરીવાળા)ના બનેવીનું તા. ૮ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તથા સાદડી તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયસુખભાઇ ઠકરાર

વેરાવળ : અ. જયસુખભાઇ દામોદરભાઇ ઠકરાર (જે. ડી. ઠકકર વીમાવાળા) (ઉ.૭પ), તે જેન્તીભાઇ, મનસુખભાઇ, ધીરજભાઇના ભાઇ તથા અજયભાઇ, મિલનભાઇના પિતાશ્રી તા. ૮ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૧૦ ને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મોહનલાલ ગોટેચા

કેશોદ : મોહનલાલ દેવચંદભાઇ ગોટેચા (ઉ.૭પ) તે સ્વ. નારણભાઇ, સ્વ. રણછોડભાઇ, સ્વ. કાંતિભાઇ તથા જેઠાભાઇ, સ્વ. રંભાબેન, સ્વ.કંચનબેન તથા રમાબેન ના ભાઇ તથા હિતેશભાઇ, દિનેશભાઇના પિતાશ્રી તેમજ સ્વ. પ્રભુદાસ દુર્લભજી તન્ના, તાલાલાના જમાઇ તા. ૯ ને બુધવારેના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૧ શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઇ ૯૯ર૪૩ ૪૮૧૪૦, મો. દિનેશભાઇ ૯૮ર૪ર ૩પ૦૦૩, કિશોરભાઇ ૯૮રપ૪ ૦૮૧૯૬

ગુણવંતરાય દેવમુરારી

મોરબીઃ મૂળ ટીમ્બડી (ધરમપુર) નિવાસી હાલ મોરબી ગુણવંતરાય ગિરધરદાસ દેવમુરારી (સ્ટેશન અધિક્ષક રેલવે) તે હસમુખભાઇ, ભગવાનદાસ, કિરીટભાઇ, ચંદુભાઇ, બાબુભાઇ, રમાબેનના ભાઇ તેમજ આશિસ, મિત્તલબેન તથા હેતલના પિતાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુંતા.૧૦ના સાંજે ૪ થી પ કલાકે ટીંબડી રાખેલ છે.

પ્રભુદાસભાઇ રાણીંગા

ઉપલેટાઃ મૂળ ઢાંક હાલ ઉપલેટા નિવાસી પ્રભુદાસભાઇ લાલજીભાઇ રાણીંગા (ઉ.વ.૭પ) તે સ્વ.ડાયાભાઇ લાલજીભાઇ રાણીંગા તથા સ્વ.દિનેશભાઇ લાલજીભાઇ રાણીંગાના ભાઇશ્રી તથા અમીતભાઇના પિતાશ્રીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૯૯૮૦૭ર૯૪૧, ૯૬૩૮૦૭ર૯૪૧.

ઉમાબેન પંડયા

જુનાગઢઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ઉમાબેન હરેશભાઇ પંડયા (ઉ.વ.૬૬) તે સ્વ.હરેશભાઇ ઓધવજીભાઇ પંડયાના પત્ની (ખીરસરા ઘેડ વાળા) તે સંજયભાઇ, અવિનાશભાઇના માતુશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક ઉઠમણું તા.૧૦ સાંજે ૪ થી ૬ મોબાઇલ નંબર સંજયભાઇ - ૯૬૮૭૬૯૬ર૧ર, અવિનાશભાઇ ૯૪ર૮૮૪રપ૦૭ રાખેલ છે.

મુકતાબેન લશ્કરી

જુનાગઢઃ બીલખા નિવાસી સ્વ.મુકતાંબેન હિમંતભાઇ લશ્કરી તા.૯ના રોજ રામ ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેન્દ્ર લશ્કરી મો. ૮૧૬૦૦૩રર૮ર, અતુલભાઇ લશ્કરી મો. નં. ૯૮રપ૯ર૯૩૦૪, ચંદુભાઇ લશ્કરી મો. ૭પ૬૭૧૮૩૭૧૦, મગનભાઇ લશ્કરી મો. ૯૯૦૪ર૩૧૬૬૬, પ્રભુદાસ લશ્કરી મો. ૯૯૯૮ર૮૦રર૮ રાખેલ છે.

નિર્મલાબેન પીઠવા

રાજકોટઃ જામવણથલીવાળા હાલ રાજકોટ (લુહાર) શાંતિલાલ દેવજીભાઇ પીઠવાનાં ધર્મપત્ની નિર્મલાબેન શાંતિલાલ પીઠવા જે સ્વ.મનીષભાઇ અને પરેશભાઇ તથા નિશાબેન અને દર્શનાબેનના માતુશ્રી (ઉ.વ.૭૬) તા.૮ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

સુર્યકાંતભાઇ ધાબલીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિ-રાજકોટ નિવાસી સુર્યકાંત શામજીભાઇ ધાબલીયા (ચૌહાણ) (ઉ.વ.૭૩) તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તે રવિભાઇના પિતાજી, સન્મુખભાઇ તથા દિપકભાઇના મોટાભાઇનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સન્મુખભાઇ મો. નં. ૯૭ર૭૪૭ર૭૯પ તથા દિપકભાઇ મો. નં. ૯૪ર૯ર૪૮૮૮૩ અને રવિભાઇ મો. નં. ૯૬ર૪૬૦૦૦૦પ છે.

રમણીકલાલ રાવલ

રાજકોટઃ બાલવા નિવાસી વિશનગરા નાગર રમણીકલાલ વિશ્વનાથ રાવલ (જનસતા નિવૃત સરકયુલેશન મેનેજર) (ઉ.વ.૮૯) તે મુકેશભાઇ (લોક ગાયક કલાકાર) દીપકભાઇ (પ્રેસ રિપોર્ટર બાલવા) બકુલભાઇ (ભાગવત કથાકાર), વિજયભાઇ (એ.એસ.આઇ. જામનગર) ગં. સ્વ.પુષ્પાબેન રજનીકાંત જોષી અને દિવ્યાબેન જીતેન્દ્રભાઇ  પાઠકના પિતાશ્રી તા.૯ના કૈલાસવાસ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને શુક્રવારે રાખેલ છે.

વિનોદભાઇ દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ જોડીયા હાલ નાગપુર સ્વ. ઉમિયાશંકર દવે (મારાજભાઇ)ના નાના પુત્ર વિનોદભાઇ દવે (ઉ.વ.૬૫) તે લક્ષ્મીશંકર અંબારામ દવે (રાજકોટ)ના ભત્રીજા તે ધીરૂભાઇ, પુષ્પાબેન રમેશચંદ્ર ત્રિવેદી (રાજકોટ), મીરાબેન નરેન્દ્રકુમાર ભટ્ટ (નાગપુર), રક્ષાબેન અનિલકુમાર પંડયા (ભાવનગર) ના ભાઇ તથા સિધ્ધાર્થ દવે તેમજ જલ્પાબેન રૂચિરકુમાર દવે (અમદાવાદ) ના પિતાજી અને સ્વ. યોગેશભાઇ પંડયા, કમલેશભાઇ પંડયાના બનેવીનું તા.૮ના રોજ નાગપુર મુકામે અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૧૧ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સિધ્ધાર્થભાઇ દવે મો. ૮૩૭૮૦ ૭૩૩૩૩

મનસુખભાઇ ચાગલાણી

રાજકોટઃ મનસુખભાઇ પોપટભાઇ ચાગલાણી તે નીલેષભાઇ, પીયુષભાઇ, જયશ્રીબેન, શીતલબેનના પિતાશ્રી તેમજ હીતેષભાઇ જરવાણી, રોહીતભાઇ પાંધીના સસરાનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું ટેલીફોનીક રાખેલ છે. તા.૧૦ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે.

કંચનબેન નાંઢા

રાજકોટઃ કંચનબેન વૃજલાલ નાંઢા (ઉ.વ.૮૦) તે સોની પ્રેમજીભાઇ પ્રધાનભાઇ (થાપલાવારા)ના પુત્રવધુ તા.૭ને સોમવારના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૫ રાખેલ છે.