Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020
સ્વ.રશ્મીભાઈ મોદીના ધર્મપત્ની રીટાબેનનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ પારેવડા નિવાસી હાલ રાજકોટ સ્વ.રશ્મીભાઈ સાકરલાલ મોદીના ગં.સ્વ.ધર્મપત્નિ રીટાબેન રશ્મીભાઈ મોદી (ઉ.વ.૬૫) તે મનોજ રશ્મીભાઈ મોદી, મનીષા જીજ્ઞેશકુમાર ખોખાણીનાં માતુશ્રી તે રમેશભાઈ, સુરેશભાઈના નાનાભાઈનાં પત્નિ તે ધાત્રીબેન તથા જીજ્ઞેશકુમાર ખોખાણીના સાસુ, લાઠી નિવાસી હાલ મુંબઈ સ્વ.કુંદનબેન, સ્વ.કાંતીલાલ કમળશી ભાયાણીની પુત્રી, ધ્યાનાનાં દાદી, જીનાલી બ્રિજેશકુમાર શેઠ તથા અમીષાનાં નાની તા.૧૯નાં રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું શનિવારે તા.૧૯ના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. મનોજભાઈ મોદી મો.૮૨૦૦૩ ૦૨૬૨૭, કિશોરભાઈ ભાયાણી મો.૯૮૭૦૬ ૭૩૦૬૩, પ્રકાશભાઈ મોદી મો.૯૪૨૬૨ ૪૦૨૮૭, મનીષા જીજ્ઞેશકુમાર ખોખાણી મો.૯૨૬૫૮ ૩૭૯૭૬

અવસાન નોંધ

જૂનાગઢની સર્વોદય બ્લડ બેન્કના ટ્રસ્ટી જીવદયાપ્રેમી ભરતભાઇ ધામેચાનું અવસાન

જુનાગઢ : સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેન્કના તથા શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તથા નિયમિત રકતદાતા તથા જુનાગઢમાં બિમાર, અશકત અને અકસ્માતે ઘવાયેલા પશુઓની અવિરત સારવાર-સુશ્રુષાને જીવનમંત્ર બનાવનાર તથા છેલ્લા ૪પ વર્ષથી બ્લડ બેન્કમાં મહેન્દ્રભાઇ મશરૂની સાથે રહીને રકતદાન સહિતની સદ્પ્રવૃતિમાં પૂર્ણ યોગદાન આપનાર ભરતભાઇ ધામેચાનું ટૂંકી બીમારીમાં તાજેતરમાં અવસાન થતાં ગમગીની ફેલાઇ હતી.

તેઓ બચણથી જ સેવા ભાવના ધરાવતા હતાં તેઓ કોઇનું દુઃખ જોઇ શકતા ન હતા. તેઓ નિયમિત રીતે દર ત્રણ મહીને અમૂક રકતદાન કરતા હતાં. જીવદયાને તેમણે જીવનમંત્ર બનાવ્યો હતો. ૪૦-૪પ વર્ષ પહેલા બિમાર અને ઘાયલ પશુઓની સારવાર માટે કોઇ કેન્દ્રો ન હતાં ત્યારે તેમણે સર્વોદય બ્લડ બેંકના સ્વયંસેવકો મહેન્દ્રભાઇ મશરૂ વિગેરે સાથે મળીને દિવસ અને રાત જોયા વગર મુંગા પશુઓની સારવાર વર્ષો સુધી કરી હતી. તેમની જીવદયાની પ્રવૃતિમાંથી પ્રેરણા લઇને શહેરમાં કેટલાક પશુ સારવાર કેન્દ્રો શરૂ થયેલા.

બરૈલી શરીફના બુઝર્ગ ઉવૈસમીંયાની વફાતઃ આ'લા-હઝરત પરિવારને આઘાત

રાજકોટ તા. ૧૯ :.. સુન્ની મુસ્લિમોના વડા ધર્મગુરૂ અને આ'લા-હઝરતના નામ માત્રથી જાણીતા ઇમામ અહેમદરઝાખાન સાહેબ બરૈલ્વી (રહે.)ના ભાઇ અને ઉસ્તાદે ઝમન તરીકે મશહૂર હઝરત મૌલાના હસનરઝાખાન સાહેબ (રહે.) ના પૌત્ર, હઝરત ઉવૈસમીંંયાનો ૮૭ વર્ષની વયે ગઇ રાતે ૯.૪પ વાગ્યે ઇન્તેકાલ થઇ જતા આ'લા-હઝરત પરિવારે આઘાત અનુભવ્યો છે.તેઓ ઉસ્તાદે ઝમનના પુત્ર અને આ'લા-હઝરતના જમાઇ ત્થા ભત્રીજા હઝરત મૌલાના  હકિમ હુસૈન રઝાખાન સાહેબ (રહે.) ના પુત્ર મૌલાના મુરતુઝારઝાખાન સાહેબ (રહે.) ના પુત્ર હતાં. ઘણા સમયથી તેઓ બિમાર હતા અને વર્તમાન કાળમાં બરૈલી શરીફના બુઝૂર્ગો પૈકીના બુઝૂર્ગ હતાં. હઝરત મૌલાના ઉવૈસ રઝાખાન સાહેબ જામેઆ રઝવીયા મન્ઝરે ઇસ્લામ -બરૈલી શરીફ (ઉતર પ્રદેશ)ના ઉસ્તાદ મૌલના ઝૂબેર રઝાખાનના પિતા થતા હતા તેઓની દફનવિધી આજે સાંજે તેઓનાં પરદાદાની પાસે સીટી કબ્રસ્તાનમાં કરવામાં આવનાર છે. અને બપોરે અઢી વાગ્યે દરગાહે આ'લા - હઝરત પાસે નમાજે જનાઝા અદા થનાર છે.

ડો.પ્રવિણચંદ્ર શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણિકડો. પ્રવીણચંદ્ર કુરજીભાઈ શેઠ (ઉ. વ. ૮૦)(એ.જી સોસાયટી) તે અરૂણા બેનના પતિ તથા રાજેશકુમાર શેઠ ગ્લાસીસ તથા કૌશલ શેઠ લેન્સીસ અને હીમાદ્રી પ્રજ્ઞેશકુમાર મલકાણ અમદાવાદ,જંકૃતિ રાહુલ કુમાર સાંગાણીના પિતાશ્રી તથા સ્વ. ગુલાંચંદભાઇ, સ્વ. વિનોદભાઈ, નરેશભાઈ અને ઇન્દુબેન મણિયાર અને અનસુયાબેન શેઠના ભાઇ અને સ્વ. નટવરલાલ ભટ્ટ ભાવનગરના જમાઈ, તા.૧૯ના રોજ રાજકોટ મુકામેશ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૯૯ ૭૯૫૧૧ અને ૯૪૨૯૯ ૭૯૫૨૨ છે.

દિલીપભાઈ પુંજાણી

રાજકોટઃ મુળ ગોંડલ (હાલ રાજકોટ) નિવાસી સ્વ.જયાકુંવર નાનાલાલ ધરમશી પુંજાણીના પુત્ર સ્વ.દિલીપભાઈ (ઉ.વ.૭૩) તે ઈંદીરાબેનના પતિ તથા જીજ્ઞેશ, ડીમ્પલ (મુંબઈ), સલોની (અમદાવાદ)ના પિતાશ્રી તથા કિંજલબેન, કલ્પેશભાઈ ખારા, વિક્રાંતભાઈ જૈનના સસરા, ધ્રુવી તથા જશના દાદા, બાનીના નાના તેમજ ગોંડલ નિવાસી સ્વ.પ્રકાશભાઈ, તરૂણભાઈ (પુંજાણી કન્સલ્ટન્ટ) તથા ચંદ્રિકાબેન સુરેશભાઈ શેઠ (લંડન)ના નાનાભાઈ, અમિતભાઈ, પિયુષભાઈ, હર્ષિતભાઈ (યુ.એસ.એ.)ના કાકા તા.૧૯ને શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. રૂબરૂ મુલાકાત તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જીજ્ઞેશભાઈ મો.૯૯૨૪૧ ૦૦૯૨૦, તરૂણભાઈ મો.૯૩૨૮૨ ૨૮૧૬૦, ઈંદિરાબેન મો.૯૩૭૪૧ ૧૦૫૩૩, પિયુષભાઈ મો.૯૯૨૫૯ ૩૧૩૭૩

વ્રજલાલ લોઢીયા

રાજકોટઃ મુળગામ ઢાંક હાલ રાજકોટ નિવાસી સોની વૃજલાલ મોહનલાલ લોઢીયા (ઉ.વ.૭૧) તેઓ રજનીભાઈ, ધવલભાઈ અને બીજલબેનના પિતા તા.૧૭ના ગૌલોકવાસી થયેલ છે. હાલમાં સંજોગનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ફકત ટેલીફોન દ્વારા દિલસોજી પાઠવવા વિનંતી કરી છે.

અરવિંદભાઇ પઢીયાર

મોરબી : અરવિંદભાઇ સવજીભાઇ પઢીયાર તા.૧૮ના રોજ રામ ચરણ પામેલ છે. બેસણું તા. ર૧ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું રાખેલ છે.  નિલેશભાઇ મો. ૯૯૭૯૪  ૪૪પ૧પ, ઉમેશભાઇ -૮૯૦પ૯ ૦૦૦૦ર

સુશીલચંદ્ર ચોકસી

ગોંડલ : સોની સુશીલચંદ્ર અમૃતલાલ ચોકસી (ઉ.૮૮) તે મનસુખલાલ ગીરધરલાલ પાટડીયા (મીનાવાળા), સ્વ. જયસુખભાઇ, મુકેશભાઇ, ભરતભાઇના બનેવીનું તા. ૧૮ ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૧૯ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન રાઠોડ

રાજકોટઃ સ્વ.જયંતિભાઈ નારણભાઈ રાઠોડના પત્ની જયાબેન (જયશ્રીબેન) (ઉ.વ.૭૫) તે પંકજભાઈ તથા અલ્કાબેનના માતુશ્રી તથા તુષાર અને મિતલના દાદીમા તથા દિપકભાઈ એમ.ચૌહાણ (રિ.કોર્ટ) વાળાના સાસુ તથા ગુલાબભાઈના ભાભી તથા વિનુભાઈ તેમજ ભરતભાઈ, ભોલાભાઈ, સંજયભાઈ નાના કાકીનું તા.૧૮ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પંકજભાઈ મો.૮૩૨૦૨ ૭૦૧૫૭, તુષાર મો.૯૭૩૭૫ ૦૧૧૧૯, દિપકભાઈ મો.૯૨૨૮૨ ૫૧૨૪૨

સરયુબેન શાહ

રાજકોટઃ જૈન દશા શ્રીમાળી સ્થાનકવાસી સરયુબેન ભરતભાઈ શાહ (ઉ.વ.૮૦) તે પ્રિતમભાઈ મણીભાઈ શાહના પુત્રવધુ તથા દિલીપભાઈ તથા વિજયભાઈ વ્યાસના બહેન, તે ડો.ભરતભાઈ પ્રિતમભાઈ શાહના ધર્મપત્ની તથા ડો.દિપ્તીબેન ભરતભાઈ શાહના માતુશ્રી, તે કિશનભાઈ સુરેશભાઈ રાજપોપટના સાસુમાં, તે ડો.મહેન્દ્રભાઈ શાહ, તરૂણભાઈ શાહ, રોહિણીબેન પારેખ તથા કલ્પનાબેન કાપડીયાના ભાભીશ્રીનું અવસાન તા.૧૮ શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા રાખેલ છે. ડો.દિપ્તીબેન ભરતભાઈ શાહ મો.૯૨૨૭૭ ૦૫૦૬૧

રેખાબેન પારેખ

રાજકોટઃ મોઢવણીક સ્વ.શાંતિલાલ બળવંતરાય પારેખના પુત્ર મુકેશભાઈ એસ. પારેખ (ભૂતપૂર્વ તાલુકા- વિકાસ અધિકારી)ના ધર્મપત્નિ રેખાબેન મુકેશભાઈ પારેખ (ઉ.વ.૬૮) તે વિશાલ તથા નૃપા ટિવંકલ શાહના મમ્મી, સતીષભાઈ તથા જયોતિન્દ્રભાઈ (અમેરીકા)ના ભાભી તેમજ કિરણભાઈ નરોત્તમભાઈ પરીખ, અશોકભાઈ તથા ભરતભાઈના બેન તા.૧૮ શુક્રવારના રોજ અક્ષરધામ નિવાસી થયા છે. પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઈ મો.૯૬૬૨૦ ૫૪૭૦૦, સતીષભાઈ મો.૯૪૨૮૨ ૭૧૨૦૫, પ્રતિમાબેન મો.૯૬૬૪૭ ૩૬૨૬૦

વિનોદભાઈ રાણપરા

રાજકોટઃ સોની વિનોદભાઈ દામજીભાઈ રાણપરા (ઉ.વ.૬૧) તે સ્વ.દામજીભાઈ ચતુદાસ રાણપરા (ટંકારાવાળા)ના પુત્ર તથા અમિત, ધવલ, નેહાના પિતાશ્રી અને સ્વ.રમેશચંદ્ર તથા રાજુભાઈના ભાઈનું તા.૧૭ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુશીલભાઈ ચોકસી

રાજકોટઃ સ્વ.અમ્રતલાલ કેશવજી ચોકસીના પુત્ર સુશીલભાઈ અમૃતલાલ ચોકસી જે વીનોદભાઈ તથા વસંતભાઈ ચોકસીના મોટાભાઈ તે રાજીવભાઈ, મલયભાઈ, સ્મિતાબેન ચોકસી (ઓરીયેન્ટલ ઈન્સ્યોરન્સ વાળા), મીનલબેન, રશ્મીબેન, તુષારભાઈ ગણાત્રા (લંડન)ના પિતાશ્રી, જે ગીરધરભાઈ મોહનભાઈ પાટડીયા (ભાણાભાઈ મીનાવાળા) ગોંડલના જમાઈ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રવિવાર તા.૨૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજીવભાઈ મો.૮૪૬૦૩ ૦૦૯૦૦, સ્મીતાબેન મો.૮૧૪૧૦ ૬૧૮૧૦, મલયભાઈ મો.૯૮૨૫૫ ૦૭૭૭૮, વિનોદભાઈ મો.૯૦૯૯૯ ૦૪૦૯૧, મનીષભાઈ મો.૯૩૨૭૫ ૫૮૬૫૫

હસમુખભાઈ ધ્રાંગધરીયા

રાજકોટઃ મૂળગામ ઘુટું હાલ રાજકોટ સ્વ.ગણેશભાઈ  કરશનભાઈ ધ્રાંગધરીયાનાં પુત્ર હસમુખભાઈ ગણેશભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૫૬) તે પ્રકાશભાઈ તથા લતાબહેન (લીલીબહેન) રમણીકભાઈ પંચાસરાનાં ભાઈ તથા સ્વં.પ્રમોદભાઈ મોહનભાઈ પંચાસરા (હડાળા)નાં જમાઈ તથા સ્વ.પ્રભુભાઈ, સ્વ.ઓધવજીભાઈ તથા ગીરધરભાઈનાં ભત્રિજા તથા જીજ્ઞેશભાઈ અને ડિમ્પલબહેનનાં પિતાનું તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક તા.૨૧ સોમવારને સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગિરધરભાઈ મો.૯૮૭૯૬ ૮૩૨૮૨, પ્રકાશભાઈ મો.૬૩૫૩૧ ૮૪૨૬૦, જીજ્ઞેશભાઈ મો.૯૬૦૧૨ ૭૭૭૨૮

કરશનભાઇ ચુડાસમા

કેશોદ : મોટી ધંસારી ગામના કરશનભાઇ કાનાભાઇ ચુડાસમા (ઉ.વ.૧૦૩) તે કેશોદ તાલુકા બીજેપી કિસાન મોર્ચાના મંત્રી અને કોળી સમાજ આગેવાન ભીમજીભાઇ ચુડાસમાના દાદાનું ગઇકાલે ગુરૂવારે અવસાન થયેલ છે. કોરોના મહામારીના વધતા સંક્રમણને લઇને લૌકીકક્રિયા બેસણુ રાખેલ નથી. ટેલીફોનિક બેસણું રાખેલ છે. ભીમજીભાઇ ચુડાસમા મો. ૯૯૦૯૦ પ૯પપ૬

અરવિંદભાઇ પઢીયાર

મોરબી : અરવિંદભાઇ સવજીભાઇ પઢીયાર તા.૧૮ના રોજ રામ ચરણ પામેલ છે. બેસણું તા. ર૧ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું રાખેલ છે.  નિલેશભાઇ મો. ૯૯૭૯૪  ૪૪પ૧પ, ઉમેશભાઇ -૮૯૦પ૯ ૦૦૦૦ર

સુશીલચંદ્ર ચોકસી

ગોંડલ : સોની સુશીલચંદ્ર અમૃતલાલ ચોકસી (ઉ.૮૮) તે મનસુખલાલ ગીરધરલાલ પાટડીયા (મીનાવાળા), સ્વ. જયસુખભાઇ, મુકેશભાઇ, ભરતભાઇના બનેવીનું તા. ૧૮ ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૧૯ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન બોરડ

ગોંડલ : શારદાબેન માવજીભાઇ બોરડ ઉ.૭પ તે સ્વ. માવજીભાઇ કરશનભાઇ બોરડના ધર્મપત્ની તથા પ્રમોદભાઇ, પંકજભાઇ, નીતિનભાઇના માતુશ્રીનું તા. ૧૮ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૯ ને શનીવારના રોજ રાખેલ છે. પ્રમોદભાઇ મો. ૯૯રપ૧ ૪૦૩રર, પંકજભાઇ ૮ર૦૦૧ ૩૬૧૬પ, નીતિનભાઇ ૯પ૭૪ર ૦૧૧પ૭

જયવંતબા રાણા

ગોંડલ : મુળ કારેલા (હાલ ગોંડલ) જયવંતબા (રસીકબા) ભરતસિંહ રાણા (ઉ.૬પ) તે ભરતસિંહ વખતસિંહ રાણાના ધર્મપત્ની, સ્વ. દિગ્વિજયસિંહ તથા યોગરાજસિંહના માતુશ્રી તા. ૧૭ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૯ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.  ભરતસિંહ મો. ૯૭ર૬૯ ૧૮પ૯૯, મો. યોગરાજસિંહ મો. ૮૩૪૭૯ ૬૭૦૭૦

જયંતિભાઇ રાઠોડ

મુળ ગામ વાસાવડ હાલ રાજકોટ નિવાસી સ્વ.જયંતિભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૮)નું તા.૧૪ના અવસાન થયેલ છે. મોહિલ જયંતિભાઇ રાઠોડ, પ્રતાપભાઇદેવજીભાઇ રાઠોડ મો. ૯૪ર૬૪ ૩૦૧૩૬ છે.

રમેશચંદ્ર આચાર્ય

રાજકોટઃ મોરબી નિવાસી રમેશચંદ્ર જયંતિલાલ આચાર્ય (ઉ.વ.૬૮) જેઓ જયશ્રીબેનના પતિ, નિરવ અને રવિના પિતાશ્રી, અ.નિ. જયંતિલાલ કે. આચાર્યના સુપુત્ર તેમજ શશીકાંતભાઇ, અ.નિ. પ્રકાશભાઇતથા નલિનભાઇના નાનાભાઇ તેમજ હરીશભાઇ, મહેન્દ્રભાઇ, અશ્વીનભાઇના મોટાભાઇતથા જામનગર નિવાસી સ્વ.જુગતરામભાઇજાનીના જમાઇ તા.૧૮ના અક્ષરનિવાસ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૦ને રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિરવ આચાર્ય મો. ૯૩૭૭૯ ૭૩૦૦૦, રવિ આચાર્ય મો. ૯૬૬રપ રપપ૬પ

ઇન્દુમતીબેન તલસાણીયા

રાજકોટઃ સાયલા નિવાસી હાલ રાજકોટ સ્વ.ઇન્દુકુમાર છોટાલાલ તલસાણીના ધર્મપત્ની ઇન્દુમતી તલસાણીયા (ઉ.વ.૮પ) તે હિતેશભાઇ (રાજકોટ), દિનેશભાઇ (મુંબઇ), ઇલાબેન મહેશભાઇ શાહ (અમદાવાદ), ઉષાબેન દિલીપભાઇ મહેતા (બરોડા)નાં માતુશ્રી તથા સ્વ.વાડીલાલ હિમચંદ વોરાનાં સુપુત્રીતા.૧૮ના અરિહંત શરણ પામેલછે. જેમનું ટેલિફનિક બેસણું તા.૧૯ના સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે.

હીરાબેન વાઘેલા

રાજકોટઃ મુળ નારણકા હાલ રાજકોટ જેન્તીભાઇ ધનજીભાઇ વાઘેલા તથા દિપકભાઇ જેન્તીભાઇ વાઘેલાના માતુશ્રી હીરાબેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે.

મગનભાઇ વીઠલાપરા

રાજકોટઃ ગામ લજાઇ વાણંદ મગનભાઇ  જીવાભાઇ વીઠલાપરા (ઉ.વ.૭૬) તે હકાભાઇ, રસીકભાઇ, અશોકભાઇના મોટાભાઇ, બચુભાઇ, જીવાભાઇના નાનાભાઇ તેમજ ગુણવંતભાઇ અને જીતેન્દ્રભાઇના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક ગામ લજાઇમાં તા.ર૧ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.  જીતેન્દ્રભાઇ મો. ૮૧૬૦૧ ૧પ૬પ૯, ગુણવંતભાઇ મો. ૯૭ર૭૯ ૮૬૪૦ર.

મહેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ મહેન્દ્રસિંહ લાલુભા જાડેજાનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૧ના સોમવારે સાંજે ૪ થી૬ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.રરના મંગળવારે રાખેલ છે.

ઇન્દુબેન વીસાવડીયા

રાજકોટઃ ઇન્દુબેન નાનાલાલ વીસાવડીયા (ઉ.વ.૭૭) તે સ્વ.નાનાલાલ મનજીભાઇ વીસાવડીયાના પત્ની તથા ડોલીબેન ઉમેશભાઇ વડગામા, ઇલાબેન અતુલભાઇ ત્રાટીયા, જયોતિબેન નાનાલાલ વીસાવડીયા તથા સ્વ.સ્વાતિ નાનાલાલ વીસાવડીયાના માતુશ્રી તથા અમૃતભાઇ અને મુકુન્દભાઇ હિરજીભાઇ બોરાણીયાના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૯ના રાખેલ છે.

હંસાબેન કાછડીયા

રાજકોટઃ હંસાબેન જયંતીલાલ કાછડીયા તા.૧૮ના શ્રી રામચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા.ર૧ના સોમવારે રાખેલછે. જયંતીલાલ વીરજીભાઇ કાછડીયા મો. ૯૮ર૪૦ ૪૮૩૯૪ તથા હેમાંગ જયંતીલાલ કાછડીયા મો.૮૩૪૭૦ ૦૦૦૭૧ તેમજ ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા અને મો. ૯૮૭૦૦ ૮૮૧૪૮ છે.

જગદીશચંદ્ર પાવાગઢી

રાજકોટઃ જગદીશચંદ્ર અમૃતલાલ પાવાગઢી (ઉ.વ.૭૦) (મૂળ ઉપલેટાવાળા) હાલ રાજકોટ તે નંદલાલભાઇ, નલિનભાઇતથા ઉદયભાઇના ભાઇતા.૧૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. નંદનલાલ અમૃતલાલ પાવાગઢી મો. ૯૯૦૯૩ ૧૦૬૩૩, તથા નલીનભાઇ એ. પાવાગઢી મો. ૯૯૦૪૦ ૮૪પર૮ છે.

ધીરજબેન વાઘમશી

રાજકોટઃ મુળ ગોંડલ હાલ રાજકોટ આહીર ધીરજબેન વેલજીભાઇ વાઘમશી (ઉ.વ.૮૦) તે સ્વ.વેલજીભાઇ રામજીભાઇ વાઘમશીના ધર્મપત્ની, સુરેશભાઇ તથા પંકજભાઇના માતુશ્રી, મિહિરીના દાદીનું તા.૧૭ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૮૭૯૪ ૮ર૪૪૬, પંકજભાઇમો. ૮ર૩૮ર ૭૬પપપ, મિહીર મો. ૯૮રપ૩ ૭૩પ૭૩ છે.

લલીતાબેન ગોહેલ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર ગોહેલ લલીતાબેન ગીરધરભાઇ (ઉ.વ.૬પ) તે ગીરધરભાઇવાલજીભાઇના પત્ની તેમજ દિનેશભાઇવાલજીભાઇના ભાભી તે જીતુભાઇ, નીલેષભાઇના ભાભુ તેમજ પડધરીવાળા દયાળજીભાઇકચરાભાઇના નાના બહેનનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને શનીવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. ગીરધરભાઇ મો. ૯૯૭૯૧ ૧૦૭૫૩ તથા નીલેષભાઇમો. ૮૪૯૦૦૦ ૩૪૪૮ અને જીતુભાઇ મો. ૯૧૦૬૮ ૬૯૦૧૬ છે.

રાહુલભાઇ ઉપાધ્યાય

રાજકોટ : પીપળવા (પ્રાચી)ના નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ રાહુલભાઇ કાન્તીલાલ ઉપાધ્યાય (ઉ.વ.૪૦) તે શાસ્ત્રી મેહુલભાઇ (વેરાવળ), મમતાબેન (પીપળવા) તેમજ આશાબેન રાજેશકુમાર રાવલ (આલીદ્રા)ના ભાઇ તા. ૧૮ ને ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન કોરોનાની માર્ગદર્શિકા મુજબ સદ્ગતનું બેસણું કાન્તિલાલ મુળશંકર (૯૪ર૬૮ ૩૭૯૦૯) અને મેહુલ ઉપાધ્યાય (૮ર૦૦૧ ર૪ર૪૭ અને ૯૯રપ૧ ૭૪ર૭ર) ટેલીફોનિક બેસણું રાખેલ છે.

જસુબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના જસુબેન નરસીભાઈ ટાંક (ઉ.વ.૭૦) તેઓ નરસીભાઈ ટાંકના ધર્મપત્નિ મુકેશભાઈ, ભરતભાઈ તથા સ્નેહાબેન ટાંકના માતુશ્રી તથા દિપકકુમાર લાલજીભાઈ ટાંકના સાસુશ્રી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારના રોજ ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મુકેશભાઈ ટાંર્ક મો.૯૮૨૪૨ ૨૭૭૫૮, ભરતભાઈ ટાંક મો.૯૮૨૪૨ ૦૯૭૫૮