Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021
અવસાન નોંધ

માધવીબેન પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ. રમાકાંતભાઇ નારદલાલ જોષીના નાના પુત્રી માધવીબેન હેમંતકુમાર પંડયાના ધર્મપત્નિ તે સુધીરભાઇ જોષી, વસુંધરાબેન નીલકંઠભાઇ પંડયા તથા દર્શનાબેન મનીષકુમાર ભટ્ટના નાનાબેનનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન કૈલાશવાસી થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇને લૌકીક ક્રિયા મોકુફ રાખેલ છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદીના માતુશ્રીની સાંજે પ્રાર્થના સભા

જુનાગઢ : પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી (કુલપતિશ્રી, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ)ના માતુશ્રી તથા ડો. ભૈરવીબેન ચેતનભાઇ (ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર) ના સાસુ સ્વ. મંજુલાબેન નંદલાલભાઇ ત્રિવેદી (ઉ.૭૪) નો સ્વર્ગવાસ તા. ર૦, બુધવારના રોજ થયેલ છે. સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પવા  પ્રાર્થના સભા તા. ર૩, શનીવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક  'માનસ બાગ' ગુણાતીત માર્બલ સામે, ગીરનાર દરવાજા રોડ, જુનાગઢ ખાતે સરકારશ્રીની કોવીડ ગાઇડલાઇન અનુસાર રાખેલ છે.

ગુણવંતીબેન બારાઇ

રાજકોટ : ગં.સ્વ. ગુણવંતીબેન ગોરધનદાસ બારાઈ કે તે  સ્વ. ગોરધનદાસ ગોકલદાસ બારાઈ ના ધર્મપત્ની શ્રી ચંદ્રકાંતભાઈ જી. બારાઈ (બારાઈ ટ્રેડર્સ વાળા)  સ્વ. લક્ષ્મીકાન્તભાઈ જી. બારાઈ ( બારાઈ ઓટોમોબાઇલ વાળા) , નીરૂબેન કતીરા -મીઠાપુર ત્થા મંજુલાબેન દત્તાણી મુંબઈ ના માતૃશ્રી , તે ભાવેશભાઈ ચંદ્રકાન્તભાઈ બારાઈ તથા પ્રશાંતભાઈ લક્ષ્મીકાન્તભાઈ બારાઈ ના દાદીમાં તા.૨૩ શનિવારે શ્રીજી ચરણ પામેલ છે , ટેલીફોનીક બેસણું ૪ થી ૬ સોમવારે તા.૨૫ ના રોજ રાખેલ છે. ચંદ્રકાન્તભાઈ બારાઈ ૯૮૨૫૦ ૭૬૮૫૯, ભાવેશભાઈ સી. બારાઈ ૯૮૨૫૦ ૭૬૮૩૯, પ્રશાંતભાઈ એલ. બારાઈ ૯૪૨૬૩ ૩૩૧૫૮.

ગુલાબરાય યાજ્ઞિક

રાજકોટઃ મેઘપરઝાલા ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ સ્વ. ગુલાબરાય ત્રંબકલાલ યાજ્ઞિક (ઉ.વ.૧૦૦) તે મનુભાઇ યાજ્ઞિક મોરબી, રસીકભાઇ યાજ્ઞિક, દિવ્યશકિતધામ બહુચરાજી મિતાણા, જસુભાઇ યાજ્ઞિક રાજકોટ સ્વ. રમેશભાઇ યાજ્ઞિક તથા દિલીપભાઇ યાજ્ઞિક, મેઘપર ઝાલા , ગં.સ્વ. દુર્ગાબેન ભટ્ટ અમરેલી, ભકિતબેન શુકલ રાજકોટ, સરસ્વતીબેન જોષી ઢસાજં, દમયંતીબેન ત્રિવેદી  ગોંડલ,  અરૂણાબેન શુકલ, જસદણના  પિતાશ્રી તથા રાજેશભાઇ યાજ્ઞિક મોરબી, જીજ્ઞેશભાઇ યાજ્ઞિક મિતાણા, પ્રકાશભાઇ યાજ્ઞિક, રોહીતભાઇ યાજ્ઞિક રાજકોટ, વિશાલભાઇ યાજ્ઞિક તથા માનસીબેન યાજ્ઞિકના દાદાશ્રી તથા રચનાબેન, મીરા, જેન્સીન યાજ્ઞિક, બ્રિન્દા, ભવ્યા મિતાણા, મુન્નો રાજકોટના વડદાદાનું તા.૨૨ના દુઃખદ નિધન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને સોમવારે બપોરે ૩ થી ૫ મેઘપર ઝાલા મુકામે રાખેલ છે.

હરિશચંદ્ર ભારથી

રાજકોટ : નાંઘુ પીપળીયા નિવાસી (હાલ રાજકોટ) હરિશચંદ્રભારથી સુખદેવભારથી (ઉવ.૮૪) તે કુંદનબેનના પતિ તથા સુનિતાબેન અને ભાવનાબેન પરેશગીરી તથા ભાસ્કરભારથીના પિતા તે પરેશગીરી ચુનીગીરીના સસરા તથા ઓમભારથી અને રિધ્ધશભારથીના દાદા તથા દર્શનગીરી પરેશગીરીના નાનાબાપુ તે સ્વ. સજીવનભારથી સુખદેવભારથીના નાનાભાઇ  તથા કિશોરભારથી સુખદેવભારથીના મોટાભાઇ તથા વિનોદભારથી (જાગૃતિ મંડળ), ચંદ્રેશભારથી, કમલેશભારથી અને અતુલભારથીના કાકા તથા મયુરભારથીના ભાઇજીનું કૈલાસગમન તા.૨૨ના થયેલ છે. તેમની સ્વર્ગસ્થની પ્રાર્થના સભા (બેસણું) તા.૨૫ના  સોમવારે સાંજે ૩ થી ૫, નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્કુલની બાજુમાં રાખેલ છે. (૮૦ ફૂટ રોડ).

દક્ષાબેન મહેતા

રાજકોટ : મુળ જાજાસરના વતની હાલ રાજકોટ ગુજર પુષ્કર બ્રાહ્મણ મનહરલાલ મહેતાના મોટા પુત્રના ધર્મ પત્ની દક્ષાબેન વિનોદરાય મહેતા અને મનોજભાઇ વિનોદરાય મહેતાના માતુશ્રી તથા સ્વ. બાબુલાલ વલ્લભજીભાઇના નાનાપુત્રીનું તા.૨૧ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૧ના સોમવારે ૪ થી ૬ સંતોષીનગર, રેલ્વે ફાટક પાસે, નાગેશ્વર મહાદેવના મંદિરમાં રાખેલ છે.

ઇન્દુભાઇ સંઘવી

મોરબી : સ્વ. રતિલાલ માણેકચંદ સંઘવીના જયેષ્ઠ પુત્ર ઇન્દુભાઇ રતિલાલ સંઘવી (ઉવ.૮૫) તે પ્રેમીલાબેનના પતિ, રજનીભાઇ તથા સ્વ. અરવિંદભાઇ સંઘવીના વડીલબંધુ, નિખીલભાઇના પિતા, અ.સૌ. રૂપાબેનના સસરા તથા આશિષભાઇ, જતીનભાઇ તથા હિતેષભાઇ, કેતનાબેન, દર્શાબેન, મીરાબેનના ભાઇજી, રીપેન, સુવિની, અનેરી, દેવિની, ધવન, ધર્મીલ, મલય, રાજના દાદા તેમજ સિધ્ધાર્થકુમાર વોરા તથા નિધિબેન સંઘવીના દાદાજી સસરા તથા સ્વ. ચમનલાલ હેમચંદ વોરા (સુ.નગર)ના જમાઇનું તા.૨૨ના રોજ અવસાન થયેઇ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૩ને શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દામજીભાઇ વોરા

 ગોંડલ : દામજીભાઈ ઉકાભાઇ વોરા (ઉંમર વર્ષ ૬૦) તે ભગવાનજીભાઈ તથા વલ્લભભાઈના ભાઈ, આશિષભાઈ ( વૈભવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ) તથા ધવલભાઇના પિતા, નિકુંજભાઈ તથા ભાવેશભાઈના કાકાનું તા.૨૨ના અવસાન થયું છે ટેલિફોનિક બેસણું તા ૨૩ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે ગાયત્રી મંદિર બસ સ્ટેન્ડ પાસે ગોંડલ રાખેલ છે.

રાજેશભાઇ સિધ્ધપુરા

રાજકોટ : લુહાર સિધ્ધપુરા રાજેશભાઇ (ઉવ.૩૬) તે નટવરલાલ જાદવજીભાઇ સિધ્ધપુરાના પુત્ર તેમજ સ્વ. મનુભાઇ તથા વિનોદભાઇના ભત્રીજાનું તા. ૨૧ના ગુરૂવારે અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૨૫ને સોમવારે બોપરે ૪ થી ૬ કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી સામે A283 ખાતે રાખેલ છે. મો.નં. ૯૯૯૮૪ ૮૮૪૫૮ તથા મો.નં. ૯૮૯૮૮ ૪૫૭૫૧ છે.

જુનાગઢના ભાનુબેનનું ૧૦૩ વર્ષની વયે અવસાન

જુનાગઢ : મા ગાયત્રીના ભકત ભાનુબેન જયકરલાલ વૈષ્ણવ (ઉ.૧૦૩) તે મનહરભાઇ, ભરતભાઇ, હરીશભાઇ, જયંતભાઇ, સમીરભાઇ, સાગરભાઇ, વૈષ્ણવ તેમજ સાધનાબેન મથુરાદાસ નિર્મળ અને સીતાબેન દિનેશ ધોળકીયાના માતુશ્રીનું જુનાગઢ ખાતે તા. રર મીએ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને લીધે તમામ પ્રકારની લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

નીતિનભાઈ દેસાઈ

રાજકોટઃ પડધરી નિવાસી સ્વ. જુઠાલાલ હીરાચંદ દેસાઈના પુત્ર નીતિનભાઈ તે શીલાબેનના પતિ, ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મ.સ.ના સંસારીભાઈ, સ્વ. ગિરીશભાઈ, સ્વ. પ્રકાશભાઈ, લલિતભાઈ, લતાબેન, રેણુકાબેન તથા નયનાબેનના ભાઈ, રાજકોટ નિવાસી સ્વ. રમણિકભાઈ જે. સંઘાણીના જમાઈ તા. ૨૨ના કોલકતા મુકામે અરિહંતશરણ પામેલ છે.

લીલાવંતીબેન અમીપરા

રાજકોટઃ લીલાવંતીબેન અમૃતલાલ અમીપરા (ઉ.વ.૭૩) તે અમૃતલાલ દેવશીભાઈ અમીપરાના ધર્મપત્નિ તેમજ સંજયભાઈ અમૃતલાલ અમીપરા તથા મયુરભાઈ અમૃતલાલ અમીપરાના માતુશ્રી તથા નિલય, વિવેક, સોમીલના દાદીમાં તેમજ પંકજભાઈ તથા મનુભાઈનાં ભાભી તથા રાજુભાઈ, જલજીતભાઈના કાકી, તેમજ અંકુરભાઈ, સાગરભાઈના ભાભુનું આજ રોજ તા.૨૨ના રોજ શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના રોજ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દેવકરણભાઈ ભટ્ટી

રાજકોટઃ  ભટ્ટી (વાણંદ) દેવકરણભાઈ હિરજીભાઈ (ઉ.વ.૮૫) તે જીતુભાઈ તથા પ્રકાશભાઈ તથા સ્વ.કાન્તીભાઈ તથા અજયભાઈ તથા રાજુભાઈનાં ભાઈ તથા મહેશભાઈનાં પિતાશ્રી તથા પ્રિન્શભાઈનાં દાદાનું અવસાન તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને સોમવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. મહેશભાઈ મો.૯૫૫૮૮ ૬૯૭૮૯, મો.૭૯૯૦૯ ૫૨૦૮૨૩, વલ્લભનગર-૧, પિતૃપાનવાળી શેરી, અપના બજારની બાજુમાં કુવાડવા રોડ રાજકોટ

લક્ષ્મીબેન જરીયા

રાજકોટઃ નિવાસી લક્ષ્મીબેન પ્રેમજીભાઈ જરીયા (ઉ.વ.૭૦ ) તે ગુમાનસીંગભાઈ તથા પ્રતાપભાઈ જરીયા (ફૂલવાળા)ના માતાશ્રીનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૩૨૮૪ ૦૪૫૦૫

જયંતકુમાર કામદાર

અમરેલી : સ્વ. કાંતિલાલ નરભેરામ કામદારનાં જયેષ્ઠ પુત્ર જયંતકુમાર કાંતિલાલ કામદાર (ઉ.પ૮) તે જિતેશભાઇ, રાજેશભાઇનાં મોટાભાઇ તેમજ વિરલના પિતાજીનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ મીએ શનિવાર સાંજના ૪ થી ૬ સુધી જૈન મહાજનવાડી યુનિટ-ર અમરેલી ખાતે રાખેલ છે.