Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

''જીવન કયારેય પુરો ન થાય તેવો ખજાનો, પરંતુ એક કવિનુ હૃદય જ તેને જાણી શકે''

પ્રેમ જ એકમાત્ર કવિતા છે બાકી બધી જ કવિતાઓ ફકત તેનું પ્રતિબિંબ છે. અવાજમાં કવિતા હોઇ શકે, પથ્થરમા કવિતા હોઇ શકે, શિલ્પકામમાં કવિતા હોઇ શકે, પરંતુ મૂળભૂત રીતે તે અલગ-અલગ માધ્યમોના સંગ્રહાયેલા પ્રેમનું જ પ્રતિબિંબ છે.  કવિતાનો આત્મા પ્રેમ છે. અને જે લોકો પ્રેમને જીવેછે. તે જ સાચા કવિ છે તેઓએ કદાચ કયારેય કવિતા નહી લખી હોય, તેઓએ કદાચ કયારેય કોઇ સંગીતની ધુન નહી બનાવી હોય-તેઓએ કદાચ કયારેય એવુ કાઇ નહી કર્યું જેને સામાન્ય લોકો કળા સમજે પરંતુ જેઓ પ્રેમને સંપૂર્ણ પણે જીતે છેે તેઓ જ ખરા અર્થમાં કવિ છે ધર્મ સાચો છે જો તે તમારી અંદર કવિ ઉત્પન્ન કરે.જો તે કવિને ખતમ કરી નાખે અને કહેવાતા સંતને ઉત્પન્ન કરે તો તે ધર્મ નથી. તે એક રોગ વિજ્ઞાન છે. જેને ધર્મના કપડા પહેરાવવામાં આવ્યા છે. સાચો ધર્મ હમેશા-તમારામા કવિતા, પ્રેમ, કળા અને કલાત્મકતાનો સંચાર કરે છે. તે તમને વધારે સંવેદનશીલ બનાવેછે. તમે વધારે ધબકો છો, તમારા હૃદય પાસે તેના માટે એક નવો ધબકારો ઉત્પન્ન થાય છે. તમારૂ જીવન હવે કંટાળાજનક, વાસી ઘટના નથી તે સતત એક આશ્ચર્ય છે. અને દરેક પળ એક નવા રહસ્યને ખોલેછે જીવન કયારેય પુરો ન થાય તેવો ખજાનો છે પરંતુ એક કવિનુ હૃદય જ તેને જાણી શકે હુ તત્વજ્ઞાનમાં માનતો નથી, હું ધર્મશાસ્ત્રમાં માનતો નથી પરંતુ હું કવિતામાં માનું છું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:20 am IST)
  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST

  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST