Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શ્રાવણ સત્સંગ

સદાશિવજીનો મહિમા

મહાકાલ, મહાદેવજીની આરાધના થકી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો અતિ ઉત્તમ સમય પાવન પવિત્ર શ્રાવણ માસ છે.

આ કળીયુગમાં માનવી સંસારની અનેકવીધ વિટંબણાઓથી ઘેરાયેલો રહે છે. અને મુશ્કેલીઓના વમળમાં ફસાય છે. આ કળીયુગના માનવીને વિટંબણાના વમળમાંથી મુકત થવા માટે ભોળાનાથ મહાદેવજીની ઉપાસના અતિ ઉત્તમ છે.

ભોળાનાથ માત્ર પૌરાણીક દેવતા નથી સર્વ શાસ્ત્રોમાં મહિમા મંડિત દેવતા છે. તેમની ઉપાસના તમામ વર્ગને માટે કલ્યાણકારી છે.

મહાદેવજી અવિનાશી, નિત્ય અને ચિન્મય છે તેમની અનંત લીલાઓ મંગલમય અને કલ્યાણકારી છે.

ભગવાન વિષ્ણુએ શિવપૂજા કરી છે, તેમણે પુજનમાં સહસ્ત્ર કમળ ચડાવવાનો રૂદ્ર સંકલ્પ કર્યો પણ આ પુજામાં છેવટે એક કમળ ઘટયૂં ત્યારે એ સમયે વિષ્ણુ ભગવાને પોતાના નેત્રને કમળરૂપે ચડાવીને પોતાનો નિર્ધાર પુર્ણ કર્યો.

પુરાણોમાં સદાશિવજીનો મહિમા ગૌરવ ગરિમા, વિવિધ લીલાઓ, અને સાધનાના વર્ણનો છે. મહાદેવજીએ રાધાકૃષ્ણની ઉપાસના માટે તેમના બે સ્વરૂપો અને સ્વભાવ સમજાવતા મંત્રો નારદજીને આપ્યા છે.

ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સામે યુદ્ધ કરવા માટે શ્રીલંકા પર જયારે ચડાઇ કરી ત્યારે તેમણે સમુદ્રને ઓળંગવા માટે સેતુબંધ બાંધ્યો અને ત્યાં રામેશ્વરમાં શિવલીંગની સ્થાપના કરી મહાદેવજીની પૂજા ઉપાસના કરી હતી.

શિવતાંડવમાં પણ કહેવાયુ છે કે, શિવસર્વહ કલ્યાણ મૂર્તિ પુરા વિશ્વનું કલ્યાણ કરનારા છે. અને જયારે જયારે જરૂર પડી છે ત્યારે ત્યા સર્વપાપોના નાશ કરનારા સંહાંરના દેવ પણ બની રહ્યા છે.

ત્રિગુણ તત્વ સત્ રજ, અને તમ, એમ ત્રણેય પર ભોલાનાથ મહાદેવજીનો પ્રભાવ છે.

શિવપુરાણ પ્રથ્વી પરનું ઉત્તમ શાસ્ત્ર છે. તેનું પઠન, શ્રવણ અને મનન સર્વક પ્રશ્નોનું મુળ નિરાકરણ છે.

આ શિવપુરાણના પઠનના માધ્યમથી શિવભકિત પ્રાપ્ત કરીને કલીયુગી માનવ શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચે છે.શિવ પુરાણનું વાંચન મનોવાંછીત ફળ પ્રદાન કરનારૂ છે, જે સદાશિવજીના ગુણોને પાંમે છે. અથવા તો કોઇના મુખેથી સાંભળે છે તે વ્યકિત ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:30 am IST)
  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST