Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

આશા માનવીને ઉત્સાહથી ભરે છે

એક ગામના ખેતરમાં કેટલાક મજુરો નિંદામણનું કામ કરી રહ્યા હતા આ મજુરો એકાદ કલાક કામ કર્યા પછી આરામ કરવા બેઠા અને ગપ્પા મારવા લાગ્યા.

ખેતરના માલિકે આ જોયું. પણ તે કશું જ બોલ્યો નહી અને તે પોતે ખુરપી લઇનેકામ કરવા લાગ્યો.

મજુરો ખેતરના માલિકને કામ કરતા જોઇને શરમાયા અને બધા પાછા કામે લાગી ગયા.

બપોર થઇ માલિક મજુરો પાસે ગયો અને કહ્યું કે ભાઇઓ કામ બંધ કરી દો, ભોજન કરીને થોડો વિશ્રામ કરો મજુરો ખાવા બેઠા થોડીવાર આરામ કરીને ફરી કામે વળગ્યા.

સાંજ પડતા બાજુવાળા ખેતરના માલિકે જોયુ કે કામ તો બમણુ થયું છે.

તેણે એ ખેતરના માલીકને પુછયુ કે, ભાઇ તમે મજુરોને વચ્ચે છૂટી આપો છો અને તેમને ધમકાવતા કે ઠપકો પણ આપતા નથી આમ છતા તમારૂ કામ મારા કરતા વધારે જ થાય છે. તેનું કારણ શું છે? હું તો મજુરોને આરામ કરવા દેતો નથી. અને તેમને ધમકાવતો પણ રહુ છુ આમ છતા મારૂ કામ ઓછું જ થાય છે.

આનુ કારણ શું?

પહેલા ખેડુતે જવાબ આપ્યો કે ભાઇ કામ કરાવવા માટે હું સ્નેહ અને સહાનુભૂતિને મુખ્ય સ્થાન આપુ છું.

બીજુ કે હું પોતે પણ તેમની સાથે કામ કરૂ છું આને લીધે મજુરો મન દઇને કામ કરે છે. એના લીધે કામ સારૂ થાય છે અને વધારે પણ થાય છે. ધાકથી નહિ પણ પ્રેમ અને સહકારથી જ કોઇપણ કામ સારી રીતે થાય છે.

જે આત્મ જ્ઞાની છે સમજીવિચારીને કોઇપણ કાર્ય શરૂ કરે છે. જે સહનશીલ છો તેમજ હંમેશા ધર્મનુ આચરણ કરેછે. એજ બુદ્ધિમાન કહેવાય છે આશા માનવી માટે અમૃત સમાન છે. જેવી રીતે વૃક્ષ-છોડને સુર્ય પ્રકાશથી જીવન મળે છે. તેવી રીતે આશા માનવીને નવા ઉત્સાહથી ભરે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:40 am IST)