Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

માનવીનું તપસ્વી જીવન

ભૌતિક જીવનમાં સફળતા મેળવવા માટે માનવીમાં જ્ઞાન હોવુ જરૂરી છે. એવીજ રીતે શ્રમ કરવો પણ આવશ્યક છે. એના કરતાંય વધારે જરૂરી છે. માનવી તપસ્વી હોવો જોઇએ.

આદ્યાત્મિકતાનો સંબંધ માત્ર જીભ સાથે વાણી સાથે નથી આદ્યાત્મિક તો જીવન  જીવવાની એક શૈલી છે. એક વિધિ છે. એક સિદ્ધાંત છે. માનવ જીવનને સંસ્કારી અને પવિત્ર બનાવવાની પધ્ધતિ છે.

જો તમારામાં તપશ્ચર્યા કરવાની તેયારી હોય શ્રેષ્ઠ કાર્યો માટે મુશ્કેલી કે કષ્ટ સહન કરવાની તૈયારી  હોય તો તે પ્રસન્નતાથી સહન કરજો.

જો તમારામાં તપશ્ચર્યા માટે રસરૂચિ જાગૃત થયા હોય તો તમારામાં ભૌતિક સફળતા  મેળવવા માટે જે બળ જરૂરી છે. તે અવશ્ય પ્રાપ્ત થશે.

તપસ્વી માનવીની સાચી સંપતિ ગૌરવ અને સિદ્ધિ તે પોતાને લાગે છે. અને બીજાઓનું ભલુ કરવામાં પણ કામ આવે છે. બીજાને રાહત આપવા અનેતેને ઉંચે ઉઠાવવામાં પણ મદદરૂપ બની શકે છે.  પરંતુ આ ત્યારે જ શકય બને કે જીવનમાં તપશ્ચર્યા હોવી જરૂરી છે.

જો તપશ્ચર્યા કરવા તૈયાર ન હો તો તમારા ભૌતિક જીવનમાં એવી કોઇ વિશેષતા પેદા નહી થાય.

મારી અંદર એવી કોઇ વિશેષતા છે કે હું મારા ઉપરાંત બીજા કોઇનું ભલુ કરી શકું તો એવી વિશેષતા જયા સુધી તમે તપશ્ચર્યાના સિદ્ધાંતનો સ્વીકાર કરવા માટે તૈયાર ન હો ત્યાં સુધી તપશ્ચર્યા પેદા થતી નથી.

તપસ્વી જીવન આપણા બાહ્ય જીવનને સંસારિત કરવાનો નિયમ અને પદ્ધતિ છે. એમાં કદાચ નુકસાન જેવું લાગે, મુશ્કેલી પણ સહન કરવી પડે પરંતુ તેના પ્રમાણમાં અનેક ગણો લાભ પણ મળી શકે છે.

જો તમારી આવક વધારે હોય તો તમે તેનો કોઇ સારા કામમાં તેનો સદ્દઉપયોગ કરી શકો. ભગવાને આપણને વધારે આપ્યું તો તે ફકત પોતે વાપરવા માટે નથી વધારાની આવક તો પરમ કૃપાળુ પરમાત્માની અમાનત છે જેટલો ઓછામા ઓછા ખર્ચમાં જીવી શકાય એટલો જ ખર્ચ કરો અને બાકીનું ધન સારા સદ્દકાર્યોમાં વાપરો તપસ્વી જીવનમાં વધારે ધન કમાવાની અને વધારે ખર્ચ કરવાની સંભાવના જ નથી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:31 am IST)