Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

કઠોરતા

વ્યકિત સંપૂર્ણ રીતે ખાલી હોવો જોઇએ સાંભળતી વખતે, સંપૂર્ણ રીતે ખાલી હોવો જોઇએ જોતી વખતે,સંપૂર્ણ રીતે ખાલી હોવો જોઇએ સ્પર્શ કરતી વખતે, કોઇ પૂર્વગ્રહ નહી સાથમાં અથવા વિરોધમાં કોઇપણ પ્રત્યે સુક્ષ્મ ઝુકાવ નહી કારણ કે આ ઝુકાવ જ સત્યનો નાશ કરે છે. કોઇપણ પ્રકારના ઝુકાવ વગર સત્યને જાણો જે કઇપણ બને છે તેને બનવા દો.

ધાર્મિક વ્યકિતનું આ કઠોર જીવન છે આજ વાસ્તવીક કઠોરતા છે. સત્યને પોતાની જાતે જ આવવા દેવુ , કોઇપણ જાતની ઘાલમેલ વગર પોતાની માન્યતાઓ પ્રમાણે બદલાવ કર્યા વગર જયારે સત્યને તેની જાતે આવવા દો છો, નગ્ન અને નવીન, તમારી અંદર એક મહાન શીસ્તનો જન્મ થાય છે-આજ્ઞાકારીતાનો જન્મ થાય છે.

પછી તમે કોઇ અરાજકતામાં નહી રહો. પહેલીવાર તમે-કેન્દ્રીત બનશો કારણ કે જાણેલુ સત્ય તમારૂ સત્ય બની જશે અને તે તમને તરત જ રૂપાંતરીત કરી દેશે તમે એ જ વ્યકિત નહી રહો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:12 am IST)