Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

મન અશાંત થાય ત્યારે થોડો સમય મૌનની સાધના કરો

ચિંતન-મનન પરમેશ્વરની નજીક લાવે છે

હૃદયના ઉત્કટ ભાવથી ભકિત અને ઉપાસના કરવી. જે ભગવાન સાથે એકાત્મ બની ભકિતયોગ સાધે છે. તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે.

પરમાત્મા ભાવના ભૂખ્યા છે. અને જયાં ભાવ છે.ત્યાં ઇશ્વર છે. ભકત સાત સમંદર પાર હોય તો ય ભગવાન ભકતની સહાય માટે દોડતા આવે છે.

ભકતે જૂઠનો સાથ કદી આપવો જોઇએ નહીં. સત્યનો સાથ આપો. સત્યની રાહ પરથી વિચલીત થવુ નહીં. માલિક-પરમકૃપાળુ પરમાત્મા પર પૂરી આસ્થા અને શ્રધ્ધા હોય તેનું મન કયારેય ડગમગતું નથી.

જેનું ઇમાન ડોલે છે તે જૂઠનો સાથ લઇને ચાલે છે. અને પછી આગળ જતાં તે એમાં જ ફસાય છે. સત્ય એ જ માલિક છે. માટે સત્યને સાથ આપવો. જે  સત્યને સાથ આપે છે, તેની નિયત કયારેય બગડતી નથી.

જો વ્યકિત દિવસમાં થોડા કલાક માટે મૌન રાખે તો તે તાજગી અનુભવે છે. આ દરમિયાન તેની ભાવ શુધ્ધિ થાય છે. મૌનથી માનવી સ્થિર થતો જાય છે. અને તેની ભાવ શુધ્ધિ થાય છે. એકાંતમાં રહેતાં માનવીનું જીવન વધારે પ્રમાણીક હોય છે. જયારે ભીડમાં રહેતાં માનવી તેના જીવનમાં દાંત્પીકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

માટે જયારે તમને થાક લાગે. મન અશાંત થાય ત્યારે થોડાક સમય મૌનની સાધના કરી લેવાનું રાખશો તો તમારી કાર્યક્ષમતા વધશે. મૌનની સાધના અંતરની સાધના છે.

પરમપિતા પરમાત્મા જગતના પિતા છે, માલિક છે, પ્રાણી માત્રનું જીવન - વહન એ જ કરે છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને  પાણી આપે છે. વ્યકિતએ ફળની આશા વગર નિરપેક્ષ કર્તવ્ય બજાવવાનું છે. પરમાત્માએ ભકિતયોગને અગ્ર સ્થાન આપ્યું છે.

ઇશ્વરનું સતત નામ સ્મરણ, ચિંતન અને મનન એ જીવનનું લક્ષ્ય બનાવીએ અને સર્થ વ્યાપ્ત પરમેશ્વર જ શ્રેષ્ઠ છે. તેનું નિરંતર ચિંતન મનન જ પરમેશ્વરની નજીક લઇ જશે.

સ્તોત્ર અને મંત્રએ ઇશ્વર મિલનનો સેતુ છે. દરેક સ્તોત્ર કે મંત્રની પાછળ નમસ્કાર રૂપે નમઃ આવે છે.

કેવળ એક પરમાત્માને જ પરમ આશ્રય, પરમગતિ અને સર્વસ્વ સમજીને અનન્ય ભાવથી શ્રધ્ધા અને ભકિતને નિરંતર ભગવાન નામ સ્મરણ ગુણ અને પ્રભાવનું સ્મરણ કરતાં રહેવુ અને સર્વભાવે પરમાત્માને શરણે જવું.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:27 am IST)