Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સ્‍થિર મનથી આત્‍મ જાગરણ

આપણું મન જયાં ભાગી રહ્યું હોય, જયારે અસુરક્ષાનો ભાવ સતાવી રહ્યો હોય,  ચિંતાને કારણે ઉંઘ આવતી ન હોય પીડા અને પરેશાનીનો અનુભવ થતો હોય, જે બાબતોથી મન ઉદ્વિગ્ન તેમજ વિચલીત રહેતું હોય, એ બધી બાબતોને પહેલાં શોધી કાઢવી જોઇએ. અને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

આપણી શ્રધ્‍ધા આસ્‍થા, અને વિશ્વાસમાં ખુબ ચમત્‍કારીક શકિત હોય છે. િ શ્રધ્‍ધા હતી કે, હાથીના ઉધ્‍ધાર કરનાર   પણ ઉધ્‍ધાર કરશે. એવો વિશ્વાસ અને શ્રધ્‍ધા મારા મનને ભટકવા દેતા ન હતાં. એનાથી મારૂ મન સ્‍થિર રહેતું હતું. જો કે સ્‍થિર મનમાં ખૂબ શકિત હોય છે.

શ્રી અરવીંદ કહેતા કે દૂનિયામાં સૌથી ઉંચી વસ્‍તુ હિમાલય પર્વત નથી. પણ સ્‍થિર મન છે....!

ભગવાન ગીતાના અધ્‍યાયમાં પોતાની વિભૂતીઓનું વર્ણન કરતાં કહે છે કે, સ્‍થિર વસ્‍તુઓ હું હિમાલય છું.

જેનું મન સ્‍થિર થઇ જાય તેને હિમાલય છું... જેનું મન સ્‍થિર થઇ જાયતેને હિમાલય જેવી શાંતિ અને શિતળતા પ્રાપ્ત થાય છે. પછી તેણે બીજે કયાંય જવાની જરૂર રહેતી નથી.

જો મન સ્‍થિર ન હોય તો એને અનેક સાંસારિક સમસ્‍યાઓ સતાવતી રહેશે એ સમસ્‍યાઓનું વિશ્‍લેષણ કરીને તેમને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો જોઇએ.

માનવીને શંકાઓ તથા ચિંતાઓ વધારે અસ્‍થિર કરે છે. આથી આપણે નકારાત્‍મક વિચારોને ઓળખીને તેમને દૂર કરવા જોઇએ.

આપણા જીવનમાં ઘણા એવા કામો છે. જે આપણે કરી શકતા નથી. જો ભગવદ કૃપા થાય તો બધુ જ થઇ શકે છે.

પરમ કૃપાળુ પરમાત્‍મા પ્રત્‍યેની શ્રધ્‍ધા તેમજ આસ્‍થા આપણને બહુ મોટો આધાર પુરો પાડે છે. તે આપણાં મનને સ્‍થિર રાખવામાં મદદરૂપ બને છે.

આપણાં ઉપનિષદોમાં ચાર બ્રહ્મસુત્રો જણાવ્‍યા છે જ્ઞાનીઓ કહે છે કે, જો આ સુત્રો બરાબર સમજાઇ જાય તો સમગ્ર બ્રહ્મસૂત્ર સમજાઇ જશે.

એક સાત શ્‍લોકો વાળી ભગવત ગીતા છે. જો તે સાત શ્‍લોકો આત્‍મ સ્‍થાન થઇ જાય તો ગીતાના સાતસો શ્‍લોકો સમજાઇજશે.

એ જ રીતે સાત શ્‍લોકોવાળી દુર્ગા સપ્તશતિ પણ છે જો એના સાત શ્‍લોકો સમજાઇ જાય તો કોઇ મહત્‍વની વાત સમજાઇ જાય તો તે આપણાં આખા જીવનને બદલી નાખે છે.

પછી મન પણ સ્‍થિર થઇ જાય છે. જેમને આત્‍મબોધ તથા આત્‍મ જાગરણ થઇ જાય છે.

તેઓ તેમના સમગ્ર જીવનને પ્રકાશિત કરી દે છે. જયાં અંધકાર હોય ત્‍યાં પ્રકાશ પહોંચાડવાના ઉપાયો કરો. પ્રકાશનો અર્થ છે, સકારાત્‍મક ચિંતન, શુભચિંતન સદ્‌્‌ગુણો તેમજ વિશ્વાસ.

 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)
  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST