Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

પરમાત્મા જ સંસારનો આધાર

જીવનમાં સુખ અને દુઃખ આવવાનું કારણ કોઇ વિશેષ સ્થાન નથી પરંતુ પોતે કરેલા કર્મો જ છે આપણે જેવા કર્યો કર્યા હશે તેને અનુરૂપ પરિણામ આપવાની વ્યવસ્થા પ્રકૃતિ પોતે જ કરી દે છે અને પ્રકૃતિની પહોચ આ સૃષ્ટિના દરેક ખુણા સુધી છે. તેથી જીવાત્મા આ લોકમાં હોય કે પછી બીજા કોઇ લોકમાં હોય એનાથી કોઇ ફેર પડતો નથી.

શુભકર્મોનું પરિણામ પ્રાપ્ત કરવા માટે જીવાત્મા સ્વર્ગ લોકમાં જાય છે. જયારે અશુભ કર્મોનું ફળ ભોગવવા માટે નરકમાં જવું પડે છે.

પરમાત્મા જ આ સંસારનો મૂળ આધાર છે. તેઓજ આ સંસારરૂપી વૃક્ષના મુળિયા છેતથા સંસારરૂપી વૃક્ષની શાખાઓ છે.

પ્રકૃતિના ત્રણ ગુણ છે. એ ગુણો સાથે તાદાત્મ્ય સાધવાને કારણે અહંતા કામના અને વાસનાનો ભાવ જીવાત્માના બંધનનું કારણ બની જાય છે.

ઇશ્વરને પ્રેમ કરવો તે સારી વાત છે પરંતુ તેની શરૂઆત પોતાના સ્વજનોને પ્રેમ કરવાથી થાય છે. જે માણસ બીજા કોઇને પ્રેમ કરી શકતો નથી તે ઇશ્વરને કઇ રીતે પ્રેમ કરી શકે ? ઇશ્વર જ જુદા જુદા રૂપોમાં પ્રાણીમાત્રમાંં રહેલો છે. મનુષ્ય, પશુ પક્ષી બધામાં એ વ્યાપેલા છે તેથી ભગવાનનો સાચો ભકત પ્રાણીમાત્રમાં ઇશ્વરના દર્શન કરે છે. જે ઇશ્વરને સાચા દિલથી પ્રેમ કરે છે તે કોઇનો પણ તિરસ્કાર કરી શકતો નથી.

મા પોતાના બાળકથી અળગી થઇ શકતી નથી. તે તેને પોતાના જીવ કરતા પણ વધુ પ્રેમ કરે છે. જયારે ભકત અને ભગવાન વચ્ચે જુદાઇની ખાઇ કોય છે ત્યાં સુધી ભકતને ભગવાનની પ્રાપ્તી થતી નથી ભકત અને ભગવાન એક નથી બનતા તેમની વચ્ચે અદ્દૈત સધાતુ નથી ત્યાં સુધી ભકત ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી.

જયારે તુલસીદાસનો પ્રેમ ભગવદ્દ ભકિતમાં ફેરવાઇ ગયો ત્યારે જ આપણને ''રામચરિત માનસ'' જેવો એક અદ્દભૂત ગ્રંથ પ્રાપ્ત થયો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:53 am IST)
  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST