Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજીનું ભાલ પ્રદેશના જવારજ ખાતે અભિવાદન

ચોટીલાઃ મહાતીર્થ પાલીતાણાથી અમદાવાદ વિહાર-યાત્રા દરમિયાન શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ભાલ પ્રદેશના અરણેજ – ગુંદી પાસે આવેલ જવારજ  ખાતે પધાર્યા હતા. સાથે પૂ. પ્રવર્તક વજ્રયશ મ.સા., પૂ. ગણિવર્ય વિતરાગયશ મ.સા., પૂ. મુનિ દેવેશયશ મ.સા., પૂ. મુનિ યશેશયશ મ.સા. તથા પૂ. સાધ્વીજી-ભગવંતોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની ૭૫મી જન્મજયંતી વર્ષની ભવ્ય ઊજવણીનો સમગ્ર ભારતમાં આરંભ થયો છે તે અવસરે સમસ્ત જવારજ ગામ દ્વારા એમનું ભાવભર્યું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંદ્ય (ગુંદી આશ્રમ) અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોઘોગ મંડળ (રાણપુર) જેવી રચનાત્મક-ખાદી સંસ્થાઓનાં પ્રેરણાસ્ત્રોત્ર ક્રાંતિકારી-સેવાભાવી જૈન મુનિશ્રી સંતબાલજીએ ૧૯૬૨માં જવારજ ખાતે ચાતુર્માસ કરેલો. સંતબાલજીની પ્રેરક પ્રવૃત્ત્િ।ઓ સાથે ૨૫ વર્ષ સુધી નિકટથી સંકળાયેલા લોકસેવક-ખેડૂતરત્ન-સહકારી આગેવાન સ્વ. ફલજીભાઈ ડાભીની આ જન્મ-કર્મ-ભૂમિ છે. તેથી આનું સવિશેષ મહત્વ રહ્યું. 

ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, લોકસેવક સ્વ. ફલજીભાઈ ડાભીના પરિવારમાંથી પુત્ર અને સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ડાભી, પૌત્ર અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, પૌત્ર અજિતસિંહ ડાભી અને પ્રપૌત્ર નીરવ ડાભી, ઉપ-સરપંચ પવનસંગ ડાભી, પૂર્વ સરપંચ ચંદનસંગ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મનુભાઈ ચાવડા (રાજા), ગગુભાઈ ગોહિલ, ભૂપતભાઈ ધાંધલ અને અનિરુધ્ધસિંહ ચાવડા, જૈન અગ્રણીઓ જતીનભાઈ દ્યીયા અને પંકજભાઈ શાહ, માલધારી સમાજના અગ્રણી ગોવિંદભાઈ બોળીયા, સરકારી હાઈસ્કૂલના આચાર્ય તરૂણભાઈ વાળા, નિવૃત્ત્। તલાટી હેમંતસંગ ડાભી, યુવરાજસિંહ સગર, પ્રભાતસિંહ ડાભી (મુખી), નિર્મલસિંહ બારડ, પ્રતાપસિંહ ડોડીયા, બહાદુરસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બહેનો અને વિદ્યાર્થીઓની સવિશેષ હાજરી રહી. જવારજ ઉપરાંત અરણેજ, લક્ષ્મીપુરા, વેજલકા, ગુંદીથી પણ વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં     

લોલીયાથી વહેલી સવારે ૧૩ કિ.મી.નો પગપાળા વિહાર કરીને જવારજ પધારેલા પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી અને પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોનું જવારજની સીમમાં ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં માથે બેડા સાથે  માલધારી સમાજની ૨૧ જેટલી દિકરીઓએ સ્વાગત કર્યું હતુ. જતીનભાઈ ઘીયાએ જૈન પરંપરા મુજબ ગુરુવંદન કર્યું. પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજીએ શ્રી ઉદય વિહાર ધામ સ્થિત દેરાસરમાં સહુ ભાવિકોને ચૈત્ય-વંદન તથા પ્રથમ જૈન તીર્થંકર આદેશ્વર ભગવાનની ભકિત કરાવી હતી. ત્યાર બાદ જેમને સાંભળવા એક લ્હાવો છે તેવા પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. 'ભારતીય સંસ્કૃતિની ભવ્ય વિરાસત' વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. પૂ. ગણિવર્ય વિતરાગયશ મ.સા., પિનાકી મેદ્યાણી અને ગોવિંદસંગ ડાભીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી, જૈન મુનિશ્રી સંતબાલજી અને લોકસેવક સ્વ. ફલજીભાઈ ડાભીને ભાવાંજલિ અર્પણ થઈ હતી. માલધારી સમાજના યુવાન પાંચા  બોળીયાએ 'સત્ગુરુ, તમે મારા તારણહાર' ભજનની હ્રદયસ્પર્શી રજૂઆત કરી હતી. સાથે ગભરૂભાઈ બોળીયાએ તબલા પર સંગત કરી હતી.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ જૈન-કુળમાં થયેલો અને ૧૨ વર્ષની ઉંમરે પ્રથમ કાવ્ય તરીકે જૈન સ્તવનની રચના કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

આલેખન પિનાકી નાનકભાઈ મેદ્યાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મોબાઈલ  ૯૮૨૫૦ ૨૧૨૭૯ )

(3:39 pm IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST