Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શુદ્ધતા

''હૃદયમાં રહેતી શુદ્ધતા અશુદ્ધ ના થઇ શકે તમે કઇપણ કરો, તેના ઉપર કોઇ અસર નહી થાય.''

મોટામાં મોટો પાપી પણ તેના અસ્તીત્વના ગહન ઉડાણમાં શુદ્ધ હોય છે તેથી પાપી પણ સંત બની રહે છે પાપ ફકત બહારથી જ સ્પર્શ કરે છે.તે તમારા કેન્દ્ર સુધી ના જઇ શકે કારણ કે ક્રિયા ઉપરના સ્તર પુરતી સીમીત છો.

અને જયારે તમે લોકોના અસ્તીત્વની અંદર જોવાનું ચાલુ કરો છો તો કોઇ જ પાપી નથી કોઇ હમેશાને માટે પ્રાપ્ત રહી જ ના શકે તે અશકય છે શુદ્ધતા એટલી પુર્ણ છે કે આપણો જે કઇ પણ કરીએ છીએ તે સ્વપ્નથી વધારે નથી ! આ પૂર્વનો અભીગમ છે પૂર્વના અભીગમને તમારી ક્રિયાઓની કોઇ પરવા નથી તે કહે છે કે તમે જો કઇપણ કર્યું હોય તમે તમારી અંદર જઇ શકો છો અને તમારા અસ્તીત્વનો સંપર્ક કરી શકો છો જે હમેશા શુદ્ધ અને અપ્રદુષિત છે ફકત બહારથી જ લોકો સંત અને પાપી સારા અને ખરાબ, વિખ્યાત અને બદનામ હોય છે તે ફકત નાટકમાં ભજવાતી હોય તેવી ક્રિયાઓ છે કોઇ કૃષ્ણ બન્યુ છે એને કોઇ કંસ બન્યુ છે બંનેની જરૂર છે કૃષ્ણ કંસ વગરના હોઇ શકે અને કંસ કૃષ્ણ વગર કઇ રીતે હોય શકે ? તે બંને કૃષ્ણ કથા માટે જરૂરી છે. પરંતુ પડદા પાછળ તેઓ સાથે બેસે છે ચા પીવે છે અને ધુમ્રપાન કરે છે.

આ જ સત્ય છે. આખી દુનિયા એક મંચ છે અને એક મહાન નાટક ભજવાઇ રહ્યું છે તેથી તેની ચીંતા ના કરો તમને જે પણ પાત્ર આપવામાં આવ્યું હોય તેને શકય હોય એટલા આનંદથી જીવો અને હમેશા યાદ રાખો કે ઉંડાણમાં તમે હમેશા શુદ્ધ છો.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:37 am IST)