Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

કઇક મોટાને પ્રેમ કરો

''તમારી જાત કરતા વધારે મોટા વધારે વિશાળને પ્રેમ કરો કે જેમાં તમે ખોવાઇ જાવ તમે તેના કબજામાં આવી શકો પણ તમે તેને કબજામાં ના લઇ શકો''

પ્રેમ મોટી સમસ્યા પણ ઉભી કરી શકે અને તે ખૂબજ આનંદ પણ આપી શકે વ્યકિતએ ખૂબજ સાવચેત રહેવું જોઇએ કારણ કે પ્રેમ આપણુ મુળભૂત રસાયણ છે જો વ્યકિત પોતાના પ્રેમની ઉર્જા પ્રત્યે સાવચીત હશે તો બધુ જ બરાબર થશે.

હમેશા તમારી જાત કરતા વધારે મહાનને પ્રેમ કરો અને તમને કયારેય તકલીફ નહી થાય તમારી જાત કરતા વધારે હોય તેને પ્રેમ કરો લોકો પોતાની જાત કરતા ઓછુ હોય, નાનુ હોય તેને પ્રેમ કરે છે તમારી જાત કરતા નાનાનુ તમે નીયંત્રણ કરી શકો તમે તેને દબાવી શકો અને તમે તમારી કરતા ઉતરતી કક્ષાની વ્યકિત સાથે સારૂ અનુભવશો કારણ કે તે તમને  ચડીયાતા બનાવશે. તમારો સહકાર સંતોષાશે અને એકવાર તમારા પ્રેમમાંથી અહંકાર ઉત્પન્ન થવાની શરૂઆત થાય તો તમે નર્ક ઉત્પન્ન કરી લેશો.

તમારાથી મહાન, તમારાથી વીશાળને પ્રેમ કરો. એવું-કઇક કે જેમાં તમે ખોવાઇ જાવ અને જેને તમે નીયંત્રીત ના કરી શકો તમે તેના કબજામાં આવી શકો પરંતુ તમે તેને કબજામાં ના લઇ શકો પછી અહંકાર અદ્રશ્ય થઇ જશે. અને જયારે અહંકાર વગરનો પ્રેમ હશે તો તે પ્રાર્થના બની જશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:51 am IST)
  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST