Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

હૃદય -એક પ્રક્રિયા

''જો તમારે મસ્તકથી નીચે ઉતરવુ હોય તો તમારે હૃદયથી પસાર થવુ જ પડશે તમે તમારા અસ્તીત્વ સુધી સીધા ના જઇ શકો તમારે હૃદયથી પસાર થવુ જ પડશે હૃદયની એક પ્રક્રિયા તરીકે ઉપયોગ કરવો પડશે''

વિચરવુ અનુભવવુ અને હોવુ-આ ત્રણ કેન્દ્રો છે પરંતુ ચોકકસ પણે અનુભવવું તે હોવાની વધારે નજીક છે અને લાગણીઓ એક પ્રક્રિયા તરીકે કામ કરે છે વધારે અનુભવવાની કોશીષ કરો અને પછી તમે ઓછુ વિચારશો વિચારો સાથે લડો નહી કારણ કે વિચારો સાથે લડવામાં બીજા વિચારો ઉત્પન્ન થશે કયારેય વિચારો સાથે લડવા કરતા તમારી ઉર્જા લાગણીઓ તરફ પ્રવાહીત કરો વિચારવા કરતા ગીત ગાઓ ચીંતન કરવા કરતા પ્રેમ કરો લેખ વાંચવા કરતા કાવ્ય વાચો નાચો કુદરતને જુઓ અને તમે જે કઇપણ કરો તે હૃદય દ્વારા કરો હૃદય ઉપેક્ષીત કેન્દ્ર છે એકવાર તમે તેના ઉપર ધ્યાન આપશો તો તે કામ કરવાનું શરૂ કરશે જે ઉર્જા મનમાં વહે છે તે પોતાની જાતે જ હૃદય દ્વારા પ્રવાહીત થશે હૃદય ઉર્જાના કેન્દ્રની નજીક છો ઉર્જાનું કેન્દ્ર તમારી નાભી છે-તેથી ખરેખર મસ્તક સુધી ઉર્જા લઇ જવીએ મહેનતનું કામ છે.

તેથી જ બધી ભણાવવાની પધ્ધતિઓ અસ્તીત્વ ધરાવે છે. તમને શીખવાડવા માટે કે તમારી ઉર્જાને તમારા કેન્દ્રથી મસ્તક સુધી હૃદયને બાયપાસ કરીને કઇ રીતે લઇ જવી તેવી કોઇ સ્કુલ, કોલેજ કે વિશ્વ વિદ્યાલય નથી શીખવતુ કે કઇ રીતે અનુભવ કરવો તેઓ લાગણીઓનો નાશ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે જો તમો અનુભવશો તો વિચારી નહી શકો પરંતુ-મસ્તકથી હૃદય તરફ જવુ સરળ છે અને હૃદયથી નાભી સુધી જવુ એનાથી પણ સરળ છે નાભીમાં તમે એકદમ શુદ્ધ અવસ્થામાં છો-કોઇ લાગણી નહી કોઇ વિચાર નહી તમે સ્થીર છો તે- વાવાઝોડાનું કેન્દ્ર છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:06 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST

  • સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૭૮ કરોડનો વકરો કર્યો : ગુજરાત સરકાર 15 જૂનથી આજ સુધી ફેસ માસ્ક નહીં પહેરવા બદલ 78 કરોડ રૂપિયાનો વસૂલાત કરે છે access_time 1:32 pm IST