Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઉંઘ

''ઉંઘ દિવ્ય છે, કોઇપણ બીજા સમય કરતા અને જો કોઇ ધ્યાન કરવા-કરતા ઉંઘી જાય તો તે વ્યકિતના અચેતન સ્તર સુધી પહોંચી જાય છે.''

તમે કયારેય અનુભવ્યું છે? રાતનો તમારો જે કઇપણ છેલ્લો વિચાર હોય તે સવારનો પ્રથમ વિચાર હશે તેને જુઓ-છેલ્લા વિચારને ખુબજ છેલ્લા વિચારને જયારે તમે- ઉંઘમાં પ્રવેશો તમે ફકત કીનારા પર ઉભા છો-છેલ્લો વિચાર જ પ્રથમ વિચાર હશે જયારે સવારે તમે ફરીથી કીનારા પર ઉભા- હશો અને ઉંઘની બહાર આવશો.

તેથી બધાજ ધર્મો સુતા પહેલા પ્રાર્થનાનો આગ્રહ કરે છે તેથી છેલ્લો વિચાર પ્રાર્થના બની જાય અને તે વ્યકિતના હૃદયમાં ડુબી જાય આખી રાત તે સુગંધની જેમ તમારી આજુ બાજુ રહો-તે તમારા અંદરના અવકાશને ભરી દે.અને સવારે જયારે તમે જાગો ત્યારે ફરીથી તે ત્યા હોય આઠ કલાકની -ઉંઘનો ધ્યાન તરીકે ઉપયોગ થઇ શકે અત્યારે લોકો પાસે  વધારે સમય નથી પરંતુ આ આઠ કલાક ઉંઘના સમયને ધ્યાન તરીકે ઉપયોગ કરી શકાય મારો સંપૂર્ણ અભીગમ એ છે કે દરેક વસ્તુનો ઉપયોગ કરી શકાય અને કરવો જ જોઇએ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:42 am IST)