વિવિધ વિભાગ
News of Thursday, 30th July 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ બદલાતી ઋતુઓ

''ઋતુઓ બદલાય છે કયારેક શીયાળો છે, કયારેક ઉનાળો છે. જો તમે દરરોજ એક જ વાતાવરણમાં રહો તો તમે અટવાઇ ગયા છો એવું લાગશે.''

જે કઇપણ બની રહ્યું છે તેને પસંદ કરતા વ્યકિતએ શીખવું જોઇએ શુ બનવું જોઇએ અથવા થવુ જોઇએ એ વિચારમાં અપરીવકતા છે.''આ બનવુ જ જોઇએ'' તે એક સ્વપ્ન છે.

જે કઇપણ છે તે સારૂ છે. તેને પસંદ કરો, તેને પ્રેમ કરો તેમાં વિશ્રામ કરો-જયારે કયારેક ઉત્તેજના આવે. તેને પ્રેમ કરો જયારે તે જાય તેને આવજો કહી વસ્તુઓ બદલાશે...જીવન ઉતાર-ચઢાવ છે. કઇજ એકસરખું નહી રહે. તેથી કયારેક વીશાળ જગ્યા મળશે તો કયારેક હલવા માટે કોઇ જગ્યા જ નહી મળે પરંતુ બંને બરાબર છે બંને કુદરતની ભેટ છે. વ્યકિતએ જે કઇપણ બની રહ્યું છે તેના માટે કૃતઘ્ન થવું જોઇએ. આભારી થવું જોઇએ. જે કઇપણ અત્યારે બની રહ્યું છે તેને માણો આવતીકાલે કદાચ કઇક બીજુ થશે તમારા ભૂતળકાને કયારેય ભવીષ્યની નીરર્થક  કલ્પનાઓ સાથે સરખાઓ નહી આ ક્ષણને જીવો. કયારેક તે ગરમ  હશે, કયારે ઠંડી હશે પરંતુ બંનેની જરૂર છે. નહીંતર જીવન અદ્દશ્ય  થઇ જશે તે બંને ક્ષીતીજો વચ્ચે જીવંત છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)