વિવિધ વિભાગ
News of Tuesday, 18th August 2020

શ્રાવણ સત્સંગ

....અને મહાદેવજી સોમેશ્વર સોમનાથ બની ગયા...!

નમામી શમીશાન નિર્વાણ રૂપમ્

વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ્

અજં નિર્ગુણ નિર્વિકલ્પ નિરીહં

મિહાકાશ, માકાશવાંશ ભજેમ્

પરમકૃપાળુ પરમાત્મા, દેવોનાદેવ મહાદેવ, એમને અતિપ્રિય સોમવાર, કોઇપણ માસની અમાસ જો સોમવારે આવતી હોય તો તે સોમવતી અમાસ કહેવાય છે.

સોમવતી અમાસવસ્યાએ ભગવાન વિષ્ણુ અને સોમેશ્વર શિવજીનો સંગમ થાય છે. બંને દેવોની પૂજાનું માધ્યમ પીપળાનું વૃક્ષ છે.

ભોળાનાથ મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા પ્રદક્ષિણા કરીને એમની કૃપાથી નવજીવન પામવાનો ઉત્તમ દિવસ મનાય છે.

સોમ એટલે ચંદ્રદેવ, દાનવો દ્વારા સમુદ્રમંથન કરાતાં એમાં નીકળેલું ઝેર, શિવજીએ સોમવારના દિને પિધુ હતું અને સોમવાર મહાદેવજીનો પ્રિય દિવસ મનાયો છે.

પૌરાણીક કથા એવી છે કે, ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં આવીને ચંદ્રએ મહામૃત્યુંજય મંત્રથી શિવજીની આરાધના કરી આથી મહાદેવજી એ પ્રસન્ન થઇ ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કર્યો અને મહાદેવ સોમેશ્વર - સોમનાથ બની ગયા. તેમજ પ્રભાસ ક્ષેત્રમાં જયોર્તિલીંગ રૂપે કાયમ પ્રતિષ્ઠિત થઇ ગયા.

સોમવતી અમાસના વ્રતમાં પીપળાની પૂજા-પ્રદક્ષિણાના પ્રભાવથી અનેક લાભ થાય છે. કહે છે કે પીપળાની પૂજા કરીને ૧૦૮ વાર તેની પ્રદક્ષિણા કરવાથી વંશવૃધ્ધિ થાય છે.

બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ ત્રણેય દેવોનો સમન્વય એટલે પીપળો છે.

કાર્તિક વદ અમાવાસ્યાએ લક્ષ્મીવ્રત અને બલિરાજયત્સવ કરાય છે. આ અમાસના દિને પૂર્વે વિષ્ણુએ દેવો અને લક્ષ્મીને બલિદૈત્યના કેદખાનામાંથી છોડાવીને ક્ષીરસાગરમાં લઇ ગયેલા.

કાર્તિકી સોમવતી અમાસ પુણ્યકાળ છે. આ દિવસે કરેલ સ્નાન, દાન, શ્રાધ્ધ, સઘળુ અક્ષય થઇ જાય છે. સ્વર્ગ, આકાશ અને પૃથ્વી ઉપર જે તીર્થો છે તે તીર્થો સોમવતી અમાસે જળમાં વસે છે એમ કહેવાય છે.

ભોળાનાથ મહાદેવ અને વિષ્ણુ ભગવાનના પીપળાની પૂજા પ્રદક્ષિણા દ્વારા પ્રભુને પ્રસન્ન કરીને એમની કૃપાથી નવજીવન પામવાનો ઉતમ દિવસ સોમવતી અમાસ છે.

આપણા વૈદીક અને પૌરાણીક સંસ્કૃતિમાં વૃક્ષોને દેવ માન્યા છે. પીપળો વિષ્ણુરૂપ છે. અને વડ-શિવ સ્વરૂપ છે. અને આમ્ર બ્રહ્મરૂપ છે. વૃક્ષોની પરિક્રમા પૂજાનો મહિમા બતાવીને પુરાણકારોમાં વૃક્ષિપ્રિતી કેળવવા સંદેશ આપ્યો છે

મહામૃત્યુંજય મંત્ર અમૃતત્વનું પ્રદાન કરે છે

શ્રેષ્ઠ કાર્યોથી જ વ્યકિત શ્રેષ્ઠ બની શકે

ત્ર્યંબકમ્  યજામહે સુગંન્ધી, પૂષ્ટિ વર્ધનમ્

ઉર્વારૂક વિ બંધના ન્મૃત્યો ર્મુક્ષીય મામૃતાતઃ!

સ્વ. ભુવઃ ૐ, સં. જૂં હૈં ! ...ૐ!

મહામૃત્યુંજપ મંત્રના આ સંંપૂટનો અર્થ આ પ્રમાણે છે.

'હું બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રના ઉત્પાદક પિતા એ પરબ્રહ્મ પરમાત્માને વંદન કરૃં છું. જેનો યશ ત્રણે લોકમાં, સંપૂર્ણ  વિશ્વમાં ફેલાયો છે. અને જે વિશ્વના બીજ તેમજ ઉપાસકોના આણિમાદિ ઐશ્વર્યના વર્ધક છે. તે પોતાના મુળથી પૃથ્થક તેમજ કાકડીના ફળની જેમ અને મૃત્યુ અથવા મૃત્યુલોકથી મુકત કરીને, અમૃતત્વ (આપૂજય મોક્ષ)નું પ્રદાન કરે...!'

આ પવિત્ર મંત્ર સંજીવની નામથી પ્રખ્યાત છે. જયારે જીવન બહુ જ જટીલ થઇ ગયું હોય, પ્રતિદિન દુર્ઘટના બનતી હોય, એવે વખતે આ મંત્રનું શ્રધ્ધા અને ભકિતથી સ્મરણ - રટણ કરવાની, સર્પદંશ, વિજળી, મોટર અકસ્માત તથા દુર્ઘટનથી જીવની રક્ષા થાય છે.

આ ઉપરાંત રોગ નિવારણ ભયંકર આધિ-વ્યાધિઓનોઆ મંત્ર જપથી વિનાશ થાય છે. (તેના ઉપર વિજય મળે છે)

ડોકટરોએ અસાધ્ય કહ્યા છે, એવા રોગો ઉપર -મૃત્યુ ઉપર આ મંત્રથી વિજય પ્રાપ્ત થઇ શકયા છે. આ મંત્ર મોક્ષને પણ અપાવે છે.

દિર્ધાયુ, શાંતિ, ધન, સંપતિ, તુષ્ટિ તેમજ સદગતિ પ્રદાન આ મંત્ર દ્વારા અપાવે છે.

પ્રભુ ભકિત નિઃસ્વાર્થ અને પવિત્ર મનથી કરીએ જે જીવ કર્મ બાંધે, એ જ જીવ પુરૂષાર્થ કરીને મુકત પણ થાય.

મોહંમાયાનો ત્યાગ કરીને, ધર્મના ત્યાગના સદ્ગુરૂના શરણે જવાથી તમારૂ શ્રેય જ થાય છે. અને શુધ્ધ ચારિત્ર્ય પણ જીવને સદગતી આપે છે.

તારૂ કશું જ ન હોય તો છોડીને આવ તું...!

તારૂ બધુંજ હોય તો છોડી બતાવ તું...!

અધ્યાત્મ મહાશકિતનું માનવ શરિરમાં સારી રીતે આગમન થાય એના માટે પાત્રતા હોવી જોઇએ. એવી જ રીતે બીજા સ્થાન પર ખુબ પૈસાદાર હોય એ માનવી શ્રેષ્ઠ એવું માનવામાં આવતું નથી.

જીવનમાં શ્રેષ્ઠ કાર્યો જ માનવીને શ્રેષ્ઠ બનાવી શકે છે. વાસ્તવમાં માનવી ઘણી બધી ભ્રૂમિત અને નિરર્થક વાતો અને વસ્તુઓમાં રંગોળાયા કરે છે. જો વ્યકિત થોડું ઘણું અધ્યાત્મક તરફ ધ્યાન આપે તો બધી જ વિષમતા વચ્ચેય સમતા કેળવી શકે છે.....!!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:58 am IST)