વિવિધ વિભાગ
News of Thursday, 20th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

નકલી

''પહેલા દરેક વ્યકતીને એ અહેસાસ થવો જોઇએ કે તે નકલી સીક્કાઓ લઇને ફરે છે, અલબત કે જાણીને તમને દુઃખ થશે. તમને એવુ લાગશે કે તમે કઇક ગુમાવી દીધું.''

લોકો વિચારે છે કે તેઓ કરૂણામય છે. કરૂણા ખૂબજ દુર્લભ ગુણ છે. દયા શકય છે. પરંતુ જયારે તમને અહેસાસ થશે કે તમારી પાસે કરૂણા નથી પછી જ તે તમારી પાસે આવવાની શકયતા છે.

નકલી વસ્તુઓ સાથે આ જ સમસ્યા છે તમારૂ ખીસ્સુ નકલી સીકકાઓથી ભરેલુ છે અને તમે સમજો છો કે તમે ખૂબ જ ધનવાન  છો. ચીંતા કરવાની શી જરૂર ? એકવાર તમને ખબર પડશે. કે બધા સીક્કાઓ નકલી છે અને તમે ભીખારી છો, અચાનક તમે ઉદાસ થઇ જશો કારણ કે બધા પૈસા ગુમાવી દીધા છે. પરંતુ હવે તમે શોધી શકસો કે કયા અને કઇ રીતે અસલી પૈસા મળશે.

અત્યારે તમે અસલી અને નકલીનો તફાવત સમજી સકતા નથી જ્યારે ખૂબજ અંતર્ગત ચેતનાનો જન્મ થશે ત્યારે જ તમે સમજી શકસો એવુ નથી કે તમારા જીવનમા અમુક વસ્તુઓ અસલી છે અને અમુક વસ્તુઓ નકલી છે આ અવસ્થામાં કે જયારે તમે જાગૃત નથી, ત્યારે બધુ જ સ્વપ્નની જેમ નકલી છો પરંતુ બધુ અસલી લાગે છે.

બીજી અવસ્થામાં જયારે તમે જાગૃત બની જશો, બુદ્ધ બની જશો ત્યારે બધુ જ અસલી છે. કઇ જ નકલી નથી. તેથી એવું નથી કે અમુક વસ્તુઓ અસલી છે અને અમુક નકલી છે. જો તમે જાગૃત નથી તો બધુ જ નકલી છે. જો તમે જાગૃત છો તો બધુ જ અસલી છે. પરંતુ શુ નકલી હતુ તે તમે જાગૃત થશો પછી જ ખબર પડશે, તે પહેલા નહી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:27 am IST)