વિવિધ વિભાગ
News of Monday, 7th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પહેલા જાગૃતતા...

'જયારે જાગૃતતા વધે છે અને તમે ખૂબ જ સચેત બની જાવ છો ત્યારે સ્વીકારભાવએ કુદરતી પ્રતિક્રીયા છે.'

સ્વીકારભાવ જાગૃતતામાંથી જન્મે છે. લાલચ ત્યા છે, તેને જુઓ મહાત્વાકાંક્ષા ત્યા છે, તેને જુઓ સતા માટેની લાલસા ત્યાં છે, તેને જુઓ અત્યારે તેને સ્વીકારવાનો વિચાર કરીને પ્રક્રિયાને જટીલ ના બનાવો. જો તમે સ્વીકારવાનો પ્રયત્ન કરશો અને સ્વીકારી નહી શકો તો તમે તેને દબાવવાનો પ્રયત્ન કરશો. તેઓ સ્વીકારી શકતા નથી તેથી હવે તેમની પાસે એક જ રસ્તો છે કે દબાવીને તેને ભુલી જવું. પછી તેને બરાબર લાગશે, એવુ લાગશે કે સમસ્યા ત્યાં છે જ નહી.

પહેલા સ્વીકારભાવને ભૂલી જાવ. ફકત જાગૃત બનો. જયારે જાગૃતતા વધશે અને તમે ખૂબ જ સચેત બની જશો ત્યારે સ્વીકારભાવ એ કુદરતી પ્રતિક્રિયા છે હકિકત જોવાથી વ્યકિતએ તેને સ્વીકારવુ જ પડશે કારણ કે બીજે કયાંય જઇ શકાય તેમ નથી. તમે શું કરી શકો ? તે ત્યાં છે જેમ તમારી બે આંખો છે. તે ચાર નથી. ફકત બે છે અને ત્યાં જ છે.

એકવાર તમે કંઇક સ્વીકારો છો. જો તે વાસ્તવીક હશે તો જ તે રહી શકશે. જે તે વાસ્તવીક નહી હોય તો અદ્રશ્ય થઇ જશે પ્રેમ રહેશે. નફરત અદ્રશ્ય થઇ જશે. કરૂણા રહેશે. ગુસ્સો અદ્રશ્ય થઇ જશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:01 am IST)