વિવિધ વિભાગ
News of Thursday, 10th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

દુઃખી

'લોકો કહે છે કે તેમને ખુશ રહેવુ ગમે છે પરંતુ ખરેખર તેઓ રહેવા માગતા નથી. તેઓને બીક છે કે તેઓ ખોવાઇ જશે.'

જયારે તમે કોઇ વસ્તુ પ્રત્યે જાગૃત થાવ છો, તમે તેનાથી અલગ થઇ જાવ છો. જો તમે ખુશ છો તો ખુશી અલગ છે અને તમે અલગ છો. તેથી ખરેખર ખૂશ હોવાનો અર્થ ખૂશ થવાને બદલે ખૂશી બની જવું, ધીમે-ધીમે તેમાં ખોવાઇ જવું. જયારે તમે ખુશ નથી. હોતા ત્યારે તમારો અહંકાર આગળ આવે છે. તેથી જ અહંકારી લોકો ખૂબ જ દુખી રહે છે. અને દુખી લોકો અહંકારી બની જાય છે. ત્યાં સબંધ છે.

જો તમારે અહંકારી બનવુ હોય તો દુખી બની જાવ. દુખ તમને અહંકાર વધારવા માટેની પૂર્વ ભૂમિકા આપશે. જેટલા તમે ખૂશ હશો તેટલા તમે નહી હોય. તેથી ઘણા લોકો ખૂશ બનવા માગે છે પરંતુ ખરેખર તેઓ ડરે છે આ મારૂ અવલોકન છે કે લોકો કહે છે કે તેમને ખુશ રહેવું ગમે છે પરંતુ ખરેખર તેઓ રહેવા નથી માગતા. તેઓને બીક છે કે તેઓ ખોવાઇ જશે. ખુશી અને અહંકાર સાથે ના રહી શકે જેટલા તમે વધારે ખૂશ હતો તેટલા તમે નહી હોય. પછી એવી ક્ષણ આવશે કે ફકત ખૂશી જ હશે અને તમે બીલકુલ નહી હોવ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:47 am IST)