વિવિધ વિભાગ
News of Friday, 2nd October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

આરાધના ઉપાસના દ્વારા મોક્ષની દિશામાં આગળ વધીએ

જે રીતે દરેક બીજમાંથી છોડ બને છે અને દરેક છોડ વૃક્ષ બને છે એજ રીતે માનવીને પણ મોક્ષ મળી શકે છે.

દરેક બીજમાં અંકુરીત તથા પલ્લવીત થવાની ક્ષમતા હોય છે...પરંતુ એવું થઇ શકતુ નથી કારણ...જો બીજને યોગ્ય વાતાવરણ ન મળે તેને સમય પર ખાતર, પાણી અને તાપ મળે નહી તો બીજ અંકુરીત થતા પહેલા જ નષ્ટ થઇ જાય છે.

આવી જ રીતે માનવીએ મરણ માટે તૈયાર રહેવું પડે.

સનાતન ધર્મના મહાન ઋષિ મૂનિઓએ માનવ જીવનના ચાર પુરૂષાર્થ બતાવ્યા છે.-

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-

અર્થ અને કામ તો મોટાભાગના લોકો જીવનમાં મેળવી લે છે કારણ કે તેઓ એના માટે જ પ્રયત્નશીલ રહે છે.

પરંતુ ધર્મ અને મોક્ષ વગર જીવનનો કોઇ અર્થ રહેતો નથી, મોક્ષ પ્રાપ્ત કરવું એ દરેક માનવીના જીવનનું પરમલક્ષ છે. અને તે પ્રાપ્ત કરવુ માનવી જીવનનો ઉદેશ્ય છે.

માનવી જીવનભર અર્થ અને કામ ભણી દોડતો રહે છે. પરંતુ જીવનના અંતે મોક્ષ તથા મુકિતની અપેક્ષા રાખે છે. પરંતુ એ વખતે પેલી કહેવત છે ને પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શો અર્થ?-એ સાચી સાબીત થાય છે.

ભગવાન બુદ્ધે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પોતાનું સમગ્ર જીવન સાધનામાં ગાળ્યું હતું. મહાવીરને કૈવલ્ય મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરવી પડી.

ઋષિઓને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પોતાનું સમગ્ર જીવન તપના અગ્નિમાં તપાવવું પડે છે.

શંકરાચાર્યજીએ પણ આઠવર્ષની વયેે સન્યાસ ધારણ કર્યો હતો.

નરેન્દ્ર પણ સંસારીક યશ વૈભવ તથા સુખને મેળવવાને ઠોકર મારી બ્રહ્મજ્ઞાની ગુરૂ શ્રી રામ કૃષ્ણ પરમહંસના શરણમાં જતા રહ્યા હતા.

આજ રીતે આપણે પણ મોક્ષ અને મુકિત માટે અધ્યાત્મના માર્ગે ચાલવુ પડે, આપણા શાસ્ત્રો અને ઋષિમૂનિઓએ બતાવેલ માર્ગે સાધના કરવી પડે.

આપણા અનેક શાસ્ત્રોમાં મોક્ષની પ્રસંશા કરવામાં આવી છે. શાસ્ત્રો મુજબ જીવનુ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુકત થઇ જવુ એ જ મોક્ષ છે. જન્મ મરણના બંધનમાંથી મુકત થવું એજ મોક્ષ છે.

જીવનમાં અનેક પ્રકારના દુઃખો હોય છે. ચિંતા સંતાપ, નિરાશા, અસંતોષ વગેરે બધામાં દુઃખ છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત થતા જ બધા દુઃખોમાંથી મૂકિત મળી જાય છે.

જે રીતે વાદળો સુર્યના પ્રકાશને ઢાંકી દે છે., એ જ રીતે અજ્ઞાનને કારણે જ જીવ પોતાને માત્ર શરીર માન છેઅને ક્રોધ, લોભ, માન, મોહ, વાસના વગેરે તેનામાં નિવાસ કરે છે તેથી અજ્ઞાનના બંધનમાંથી મુકત થવું એ જ મોક્ષ છે.

મોક્ષની અવસ્થામાં શરિર, મન, તથા ઇન્દ્રીયો સાથે આત્માનો સંપર્ક તુટી જાય છે. મોક્ષ મળતા પૂર્વજન્મ લેવો પડતો નથી.

શંકરાચાર્યજીના અદ્દેત વેદાંત દર્શન અનુસાર આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય મુકત તથા અવિનાશી છે. આત્મા પરમાત્મા સાથે એકાકાર થઇ જાય છે એજ મોક્ષ છે.

જીવન મુકત માનવી નિરંતર આનંદમાં રહે છે. જયારે તેના સ્થુળ અને સુક્ષ્મ શરિરનો અંત આવી જાયછે. ત્યારે તેને વિદેહમુકિત કહે છેઆથી માનવીએ સાધના આરાધના ઉપાસના વગેરે અપનાવી મોક્ષ અને મુકિતની દિશામાં આગળ વધતા રહેવું જોઅઇે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:09 am IST)