વિવિધ વિભાગ
News of Monday, 12th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

કોઇ વિરોધી નહી

''સંસ્કૃતમાં ત્રણ શબ્દો છે, એક દુખ માટે એક સુખ માટે અને એક બંનેથી ઉપર, આનંદ અથવા આશીર્વાદ''

આનંદ સુખ પણ નથી અને દુઃખ પણ નથી તે એક અલગ જ પ્રકારની મસ્તી છે જેને દુઃખની કોઇ યાદ નથી તે વિરોધી તત્વોથી મુકત છે તેમાં શુદ્ધ એકતા છે અને કોઇ ધ્વંદ નથી.

સામાન્ય રીતે આ અવસ્થા લાવવી અઘરી છે. જયા સુધી તમે તેનો સ્વાદ નહી લો ત્યા સુધી તેને સમજવી પણ અઘરી છે. કારણ કે આપણે જે કઇપણ સમજીએ છીએ તેમા ઓછામાં ઓછા બે વસ્તુઓની જરૂર પડે છે.વિરોધી જરૂરી છે આપણે દિવસને ઓળખીએ છીએ રાતને લીધે આપણે કોઇને સારા કહીએ છીએ ખરાબ સાથે સરખાવીને આપણે કોઇને સુંદર કહીએ છીએ કુરૂપતાને લીધે વિરોધી જરૂરી છે વ્યાખ્યા-કરવા માટે.

પરંતુ આનંદનો અર્થ એવી અવસ્થા જેમાં કોઇ વિરોધી નથી ત્યા બીજાની કોઇ શકયતા જ નથી. આનંદના સમુદ્રને એક જ કીનારો છે તે ખૂબજ અતાર્કીક છે કારણ કે એકજ કીનારો કઇ રીતે હોઇ શકે ? આનંદની અવસ્થા અતાર્કીક છે જેઓ તર્ક સાથે વધારે પડતા જોડાયેલા છે તેઓ કયારેય પામી શકતા નથી અમુક પાગલ લોકો માટે જ તેના દરવાજા ખુલે છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:19 am IST)