વિવિધ વિભાગ
News of Thursday, 15th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ટીકા

''જયારે પણ તમે કોઇની ટીકા કરવા માટે તૈયાર થાવ છો ત્યારે પહેલા એ નકકી કરો કે તમે તેનો હકારાત્મક વિકલ્પ શુ આપશે.''

જો તમે તમારી ટીકાનો વિકલ્પ ના વિચારી શકો તો- થોભો ટીકાના કારણ કેતે નીરર્થક છેજો તમે એમ કહો કે આ દવા બરાબર નથી તો કદાચ તમે સાચા છો પરંતુ તો પછી સાચી દવા કયા છે ૧ ટીકા કયારેય બદલાવ ના લાવી શકે હકારાત્મક બદલાવના ભાગ તરીકે ટીકા બરાબર છે તેથી પહેલા હકારાત્મક વિકલ્પ નકકી કરો અને પછી તેને ધ્યાનમાં રાખીને ટીકા કરો પછી તમારી ટીકા મુલ્યવાન બની જશે અને તેની પ્રશંસા પણ થશે કોઇ તેનાથી અપમાનીત નહી અનુભવો -કારણ કે ટીકા કરતી વખતે તમે સતત હકારાત્મક વિકલ્પ મનમા રાખો છો અનેતેનો પ્રસ્તાવ મુકો છો.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:14 am IST)