વિવિધ વિભાગ
News of Thursday, 24th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

કેદખાનાઓ

''તમારા અસ્તીત્વને કોઇ સરહદ નથી, અમર્યાદિત-આઝાદી છે બધી જ મર્યાદાઓ ખોટી છે તદનબધી જ પ્રેમમા આપણે તંદુરસ્ત અને સંપૂર્ણ બનીએ છીએ કારણ કે પ્રેમ બદત જ મર્યાદાઓ, બધા જ લેબલ દુર કરી નાખે છે તે તમને વીભાજીત નથી કરતો તે તમે જેવા છો તેવા સ્વીકારે છે''.

કોઇપણ વ્યકિત બીમાર નથી ખરેખર તો સમાજ બીમાર છે. વ્યકિત તેનો ભોગ બને છે. સમાજને ઉપચારની જરૂર છે. વ્યકિતને કેવળ પ્રેમની જરૂર છે. સમાજ રોગી છે અને તેને દવાખાનામાં ભરતી કરવાની જરૂર છે.

સમાજે વ્યકિતને સમજ નથી આપી, પ્રેમ નથી આપ્યો સમાજેતેને કેદખાનુ આપ્યું છે સમાજે તેનુ વિભાજન કર્યું છે. તેને લેબલ આપ્યું છે  ''આ તુ છો  આ તારી ઓળખ છે.''

તમે આઝાદ છો અને તમારી કોઇ ઓળખ નથી તમારા ઉપર લેબલ ના લાગી શકે અને આ જ તમારી સુંદરતા અને ભવ્યતા છે. કે કોઇ તમને કહી ના શકે કે તમે કોણ છો. તમે હમેશા બદલાતા રહો છો જયા સુધીમાં તમને ખબર પડે કે તમે આ કે તે છો ત્યા-સુધીના તમો બદલાઇ જાવ છો. તમે જ દરેક પણે નકકી કરો છો જે તમારે શું બનવુ અને શું ના બનવું દરેક ક્ષણે નવો નીર્ણય હોય છે. પાપી એક જ ક્ષણમાં સંત બની શકે છે. અને સંત એક જ ક્ષણમાં પાપી બની શકે છે એક જ ક્ષણમાં બીમાર વ્યકિત તંદુરસ્ત બની શકે છે અને તંદુરસ્ત બીમાર બની શકે છે ફકત નીર્ણય બદલાવાનો છે. દ્રષ્ટી બદલવાની છે અને બધુ બદલાઇ જશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(9:42 am IST)